Tantri lekh News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
ઈરાને અખાતમાં અઢાર અમેરિકી મથકો પર નવા હુમલાઓ કર્યા છે. યુદ્ધ એના ખતરનાક વળાંક તરફ આગળ વધવા લાગ્યું છે. ત્રણ ભારતીય ટેન્કરો પણ ઈતર હુમલાનો ભોગ બનતા ભારતના ત્રણ ખલાસીઓના હોર્મુઝની ખાડીએ બલિદાન લીધા છે. યુક્રેન યુદ્ધ ક્યારે પૂરું થશે એમાં જગતને રસ નથી. યુક્રેનના પ્રજાજનોની, એમનાં માસૂમ બાળકો, સ્વપ્નશીલ નેત્રવંતી સ્ત્રીઓ અને ભરયુવાનીએ નિવૃત્તિ ભોગવતા યુવાનોની પરિસ્થિતિ શું છે એના વિશે પણ સર્વથા આ વિશ્વ અજ્ઞાાત છે અને અજ્ઞાાત રહેવા ચાહે છે, પરંતુ ઈરાન અને અમેરિકાનું યુદ્ધ એ નિત્ય જિજ્ઞાાસાનો વિષય છે. જે યાતનાઓના છાંટા પોતાના પર પડતા નથી, જે અગનઝાળ પોતાને દઝાડતી નથી એની ચિંતા કરવાનું માનવજાતે કહેવાતા વિકાસના વર્તમાન વળાંકે છોડી દીધું છે.
ગ્લોબલ વોર્મિંગ હવે ફક્ત પીગળતી હિમનદીઓ કે દરિયાઈ સ્તરમાં વધારો થવા સુધી મર્યાદિત નથી. તેનું સૌથી ભયાનક અને સીધું અભિવ્યક્તરૂપ આપણા આધુનિક શહેરોમાં જોવા મળી રહ્યું છે, જેને આપણે એક સમયે પ્રગતિનું પ્રતીક માનતા હતા. મે અને જૂન શરૂ થતાંની સાથે જ ઘણા મહાનગરોમાં તાપમાન 45°C  થી 48°C સુધી વધી જાય છે. આ વિસ્તરતા કોંક્રિટ જંગલોમાં, ઉનાળો હવે માત્ર મોસમી ઘટના નથી, પરંતુ વાર્ષિક આપત્તિ બની ગયો છે. વૈજ્ઞાાનિક રીતે, આ કટોકટીને UHI કહેવામાં આવે છે, જે આપણા ખામીયુક્ત શહેરી આયોજનનું પરિણામ છે. ભૌતિક અને પર્યાવરણીય દ્રષ્ટિથી, આધુનિક શહેરો તેમની આસપાસના ગ્રામીણ વિસ્તારો કરતાં સરેરાશ  3°C થી  7°C વધુ ગરમ હોય છે.
સંવેદનાઓના ક્ષય અને આત્મકેન્દ્રિત બનતી નવી પેઢીના સમયમાં માતા-પિતાની અવગણના અત્યંત ચિંતાજનક છે. આ એક વિસંગતિ જ છે કે જેમનું ઋણ સંતાનો ક્યારેય ચૂકવી શકતા નથી, એવા માતા-પિતાની સંભાળ લેવા માટે હવે અદાલતને આદેશ આપવો પડે છે. માતાના લોહીથી સિંચાયેલ અને પિતાના પરિશ્રમથી ઉછરેલા પુત્રને જો અદાલત કહે કે તમારી માતાને ઘરમાં રહેવા માટે એક ઓરડો, અલગ બાથરૂમ અને મૂળભૂત સુવિધાઓ આપવામાં આવે - તો તે શરમજનક બાબત છે. જે માતાએ નવ મહિના સુધી પોતાના ગર્ભના પવિત્ર અંધકારમાં નૂતન જીવન જ્યોત પ્રગટાવવા પુત્ર-પુત્રીને પાળ્યા હોય, તેને પોતાના જ ઘરમાં રહેવા દેવા માટે અદાલતને આદેશ આપવો પડે, તેનાથી મોટી કૃતઘ્નતાનું, નમક હરામનું બીજું ઉદાહરણ હોઈ શકે નહીં.
ભલે આ અદાલતનો આદેશ હોય, પરંતુ આ તો પહેલેથી જ સંતાનોની એક અલિખિત નૈતિક ફરજ છે.
માનવીય અધોગતિનો આંકડો એ છે કે ડોકટરો સામાન્ય રીતે બાળકો, વૃદ્ધો, બીમાર અને નબળા લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે દૂધ, ઘી અને ફળો લેવાનો આગ્રહ રાખે છે. પરંતુ જ્યારે તેઓ તે લે છે, ત્યારે તેમાં ભારે ભેળસેળ જોવા મળે છે. લોકો બીમારીઓ સાથે હોસ્પિટલોમાં જાય છે. સાજા થવાને બદલે વધુ માંદા પડે છે. તમારા ડાઇનિંગ ટેબલ પર કે હોટેલના મેજ પર પડેલી ખાવાપીવાની દસ વસ્તુમાંથી નવમાં ઝેરી રસાયણોના અંશો હોય છે. તાજેતરમાં, રાજસ્થાનથી અલીગઢ લાવવામાં આવી રહેલ સેંકડો કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું હતું.
ખરેખર જોવામાં આવે તો પંજાબની તાજેતરની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટણી પરિણામોના આધારે આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે કોઈ નિશ્ચિત અથવા અંતિમ નિષ્કર્ષ મેળવી શકાય તેમ નથી. આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં સ્થાનિક ચૂંટણીઓમાં નંબર વન પરફોર્મન્સ કર્યું છે તે એક તો વર્તમાન આપ સરકારની સ્થિર લોકપ્રિયતા બતાવે છે અને બીજો સંકેત એ છે કે પંજાબી પ્રજા હજુ પણ એમ માને છે કે કહેવાતા રાષ્ટ્રીય પક્ષોની તુલનામાં અરવિંદ કેજરીવાલનો આ પક્ષ અને એના સિદ્ધાન્તો પ્રજાનો ઉદ્ધાર કરશે. જોકે, આ પરિણામો કેટલાક મહત્વપૂર્ણ રાજકીય દિશાનિર્દેશ જરૂર આપે છે. લોકશાહીના આ નાના એકમ એટલે કે વિવિધ પાલિકા-પંચાયતી ચૂંટણીઓમાં રાજ્યસ્તરનું વ્યાપક રાજકીય ચિત્ર સંપૂર્ણપણે સામે આવતું નથી, પરંતુ લોકમત સ્થાનિક મુદ્દાઓ અંગે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ચૂંટણીઓ નગર પાલિકાઓ અને મહા નગર પાલિકાઓ માટે હતી.
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ૬૦ બળવાખોર ધારાસભ્યોએ પક્ષના વડા મમતા બેનર્જીનો વિરોધ કરીને વિધાનસભા પક્ષ પર કબજો મેળવ્યાને ૪૮ કલાક પણ થયા નથી, પરંતુ ઋતુબ્રત  બેનર્જીના નેતૃત્વ હેઠળના જૂથમાં તિરાડો દેખાવા લાગી છે. અસંમતિના કેન્દ્રમાં મમતાની ભૂમિકા છે. બળવાખોર જૂથનો એક વર્ગ ઋતબ્રતથી નાખુશ છે, જે હવે વિપક્ષના નેતા છે, જેમણે મમતાને 'મુખ્ય સલાહકાર' પદ પર ઉતારી દીધા છે. તેઓ ઇચ્છે છે કે તેણી સર્વોચ્ચ નેતા તરીકે રહે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યોમાં ભાગલા પડયા પછી, તેના સાંસદોમાં ભાગલા પડવાની શક્યતા આશ્ચર્યજનક નથી. જેમ પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના  વર્તનથી નાખુશ હતા, તેવી જ રીતે ઘણા સાંસદો પણ છે.
જ્યારથી રોકાણકારો સોના તરફ વળ્યા છે ત્યારથી શેરબજારમાં એક રીતે નવા ઈન્વેસ્ટરોની ઘટ ઊભી થઈ છે. પરંતુ છેલ્લા બે-ચાર દિવસથી દલાલ સ્ટ્રીટમાં વિદેશી રોકાણકારોની નજરે ન દેખાતી ભીડ જામી છે. એને કારણે એકાએક જ બજાર સુધારા તરફી બની જાય છે. તેજીનો વાયરો ભારતીય શેર બજારમાં પ્રવેશ કરે છે પણ એને ટકાવવા માટે ચોમાસાની મીઠી લહેરોની જરૂર પડશે. ભારતમાં આ વખતે જો ચોમાસુ સરખી રીતે બાજોઠે બેસશે તો તેજી ઝડપી રીતે આગળ ધપશે. જેની સંભાવના નહિવત્ છે.
દેશમાં કોંગ્રેસ તેની ગંભીર ભૂલો અને વિલંબિત નિર્ણયોથી કુખ્યાત છે. પોતાના પતનના હજાર કારણો ગળામાં લટકાવીને આ પુરાતન પક્ષ સતત ભટકતો રહે છે. એક સમયે ભાજપનો ગઢ ગણાતા કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીને સત્તામાં પાછા લાવવામાં મિસ્ટર ડી.કે. શિવકુમારે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે દીવા જેવું સત્ય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ સંગઠન અને કાર્યકરોને જે ઉર્જા અને દ્રઢતાથી એક કર્યા હતા તેના કારણે એવી અપેક્ષાઓ જાગી હતી કે સરકાર બનાવ્યા પછી તેમને મુખ્યમંત્રી પદનો તાજ પહેરાવવામાં આવશે.
ભારતને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે અને આઝાદીના ૭૫ વર્ષ પછી પણ દેશની લગભગ ૫૦ ટકા વસ્તી હજુ આજે પણ ખેતી ઉપર નિર્ભર છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની ગંભીર સમસ્યાને કારણે, તેઓને તેમના પાકને સિંચાઈ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમના પાકને બચાવવા માટે ડિઝલ એન્જિનનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.
વળી આજના સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને છે, જેના કારણે ખેડૂતોની આવક પર માઠી અસર પડી રહી છે. તે જ સમયે, વધુ પડતા પાવર કટ અને ઓછા વોલ્ટેજને કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થાય છે. ખેડૂતોની આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ખેડૂતોને સિંચાઈ માટે સોલાર સિસ્ટમની સુવિધા આપવામાં આવે છે.
ઉત્તર ભારતમાં જ્યારે ૪૭ ડિગ્રી સેલ્સિયસથી ઉપર તાપમાન પહોંચી ગયું છે અને હવામાન વિભાગ ગરમીના રેકોર્ડ હજુ વધુ તૂટશે તેવી જાહેરાત કરી રહ્યું છે, તે જ સમયે, ઉત્તર-પૂર્વ સિક્કિમમાં મુશળધાર વરસાદથી થયેલા ભૂસ્ખલનને કારણે લગભગ પ્રવાસીઓને એરલિફ્ટ કરવાનો સમય આવી પડયો છે. ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે-૧૦ને નુકસાન થવાને કારણે બંગાળ અને સિક્કિમનો રોડ કનેક્ટિવિટી તૂટી ગઈ છે. એક તરફ અસહ્ય ગરમી અને ગરમીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ ભૂસ્ખલનને કારણે લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો છે. આ બનાવો વચ્ચે કુદરત, શાસન પ્રણાલિકા અને માનવીય ધીરજ અને શાણપણની પરીક્ષા લઈ રહી છે. વહીવટી તંત્રની પરીક્ષા એટલા માટે કે પાણી અને વીજળીનો અવિરત પુરવઠો એ તમામ રાજ્ય સરકારો સામે એક મોટો પડકાર બની ગયો છે, અને શહેરીજનોની કસોટી એ અર્થમાં કે આપણે ચોમાસાની ધીરજપૂર્વક રાહ જોઈને પર્યાવરણને વધુ ન બગાડવાના શું કોઈ પાઠ શીખ્યા છીએ? લગભગ નહિ.
તેજી અને મંદી વચ્ચેના આ સંયુક્ત સમયગાળામાં ભારતીય જનજીવનમાં આશાઓનો સાગર લહેરાય છે. બહારથી મંદીનો ભય અને ભીતર આર્થિક ચિંતાઓ ! વિવિધ બજારોમાં સુધારા તરફી વલણ જોવા મળે છે. તહેવારો ઉપર સામાન્ય તેજીનો અણસાર લોકોને જોવા મળતો જ હોય છે પણ એને તેજી ન કહેવાય, એ તો પ્રાસંગિક ડિમાન્ડ જ કહેવાય. જંત્રીના ભાવની ઉથલપાથલે પણ ગ્રાહકોને વિમાસણમાં મૂક્યા છે. વધતી જતી મોંઘવારી અને નબળું પડી જતું અર્થતંત્ર દાઝયા પર ડામ જેવું સાબિત થઈ રહ્યું છે.
બ્રિક્સ શિખર પરિષદમાં આગામી સપ્ટેમ્બરમાં શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન ભારતના અતિથિ બનશે તે હવે નક્કી થઈ ગયું છે. એ સમયે ભારત-ચીન-રશિયાના આ વિશિષ્ટ અને વિચિત્ર આંતરરાષ્ટ્રીય ત્રિકોણમાં લોકશાહી હોવાને કારણે ભારત ટોચ પર છે અને પાયાના બે ખૂણે સામ્યવાદી દેશો છે. રશિયા એકવાર તૂટી ચૂક્યું છે ને હવે ચીનનો તૂટવાનો - ટુકડા થવાનો વારો છે. જ્યાં સુધી સંયુક્ત રશિયાના ટુકડા ન થયા ત્યાં સુધી આખું જગત એમ જ માનતું હતું કે રશિયા તો સામ્યવાદી શાસકોની હકૂમતમાં એક રંગ અને એક રાગે એક શક્તિશાળી મહાન રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યું છે. દુનિયા એને અજેય મહાસત્તા જ માનતી હતી. પરંતુ ભીતરથી રશિયા વિચ્છિન્ન થતું જતું હતું.
ટેલિકોમ્યુનિકેશન એક બિઝનેસ છે અને તેમાં જે કંપનીઓનો ડીસીઆર એટલે કે ડ્રોપ્ડ કોલ રેટ ઊંચો હોય તે કંપની થર્ડ કલાસ કહેવાય છે અને તે નુકસાન કરે છે. પરંતુ વાસ્તવિકતા આનાથી સાવ વિપરીત છે. કેન્દ્રના દૂરસંચાર વિભાગના ટોચના મોનિટરિંગ અધિકારીઓના અક્ષમ્ય ભ્રષ્ટાચારને કારણે અત્યારે તો જેના ઘભઇ ઊંચા છે તેને કરોડોનો વધારાનો નફો મળી રહ્યો છે. દેશભરમાં કોલ ડ્રોપ એક વ્યાપક સમસ્યા છે. તમે કોઇની સાથે વાત કરતા હો અને કોઇક ટેકનોલોજિકલ કારણોથી ફોન કપાઇ જાય એટલે તમારે ફરી ફોન કરવો પડે અથવા વાત અધૂરી રહી જાય તે પ્રકારના પ્રજાના પારસ્પરિક સંબંધોમાં સર્જાતા સૌજન્યભંગમાંથી જ દેશની તમામ ટેલિકોમ કંપનીઓ ચાલાકીપૂર્વક પોતાનો નફો બેવડો કરી રહી છે. લેન્ડલાઇન ટેલિફોન સેવાઓમાં કોલ ડ્રોપ સમસ્યા નહિવત્ અને ૦.
ગઈકાલે કચ્છમાંથી એક હજાર કરોડથી વધુ કિંમત ધરાવતા કોકેઈનનો જથ્થો ઝડપાયો છે. બ્રાઝિલથી દરિયાઈ રસ્તે કચ્છમાં આ ડ્રગ્સ ઘુસાડતા ઝડપાઈ ગયું છે. જો કે આવી ન ઝડપાયેલી ખેપ અનેક હશે એમ માનવાને અનેક કારણો છે. બેત્રણ વરસ પહેલા ગાંધીધામ નજીકના ખારી રોહર દરિયાઈ વિસ્તારમાંથી ૧૨૦ કરોડની કિંમતના ડ્રગ્સના વધુ પેકેટ મળી આવ્યા હતા અને એ વખતે પણ પોલીસના હાથમાં આ પેકેટ સિવાય કંઇ આવ્યું ન હતું. કચ્છ અને પાકિસ્તાન વચ્ચેનો દરિયો કરોડો અને અબજોની કિંમત ધરાવતા ડ્રગ્સના કારોબારનો વ્યાપાર મલક બની ગયો છે. કચ્છના ડ્રગ્સ કનેક્શનમાં કોઈ કોઈ કોર્પોરેટ હિલચાલની પણ ગંધ આવે છે પરંતુ સરકાર એ દિશામાં આગળ તપાસ વધારતી નથી.
ત્રણ કલાકની ફિલ્મ જોયા પછી જો મઝા ન આવે તો ફિલ્મને ડબ્બો કહી દેવાનો એક જમાનો હતો. એ ત્રણ કલાક પાણીમાં ગયા એની ખિન્નતા ન હતી. કારણ કે જિંદગીમાં સમયનો પટ વિશાળ હતો. આજે યુગ બદલાઈ ગયો છે. પાકી ખાતરી કર્યા વિના રજતપટ સામે ત્રણ કલાક રંજનયોગ કરી સ્તબ્ધ બેસી રહેવાનું કોઇને અનુકૂળ નથી. ઇ.
સ્ત્રીઓ જેમ કોકરોચ જોઈને ભાગે એમ દેશના રાજનેતાઓ કોકરોચ જનતા પાર્ટીથી ભડકી ગયા છે ને નૈતિક નાસભાગ તો મચી જ ગઈ છે. દેશની સર્વોચ્ચ અદાલતમાંથી પડઘાયેલો એક શબ્દ વિકરાળ સ્વરૂપે પ્રતિધ્વનિત થતાં પરંપરિત રાજકીય પક્ષો અને શાસકોના પાયા ભૂકંપ જેમ હલી ગયા છે. વળી તેઓ એવો દેખાવ કરે છે કે તેમને જાણે કે આ નવા વા-વંટોળ વિશે કંઈ ખબર જ નથી. પરંતુ રાતોરાત ઉભો થયેલો આ રાજકીય નિરાકાર ને અલખ નિરંજન જેવો છાયા પક્ષ બહુ જ લાંબા પડછાયા ધરાવે છે. આ પક્ષને પોતાને કોઈ આકાર નથી તો પણ એનો પડછાયો છેક ઈ. સ.
ભારતીય ઉપખંડમાં શાંતિ કદી ન જળવાય એ માટેનું એક અઘોષિત યુદ્ધ પાકિસ્તાન છેલ્લા ચાર દાયકાથી લડે છે. દગાબાજીથી હુમલો કરવાની વ્યવસ્થાને જ ખરેખર તો આતંકવાદ કહેવામાં આવે છે. આતંકવાદ હવે તો દુનિયાના અનેક દેશો પર લટકતી અનિશ્ચિતતાની તલવાર છે, જેનાથી આતંકવાદનું હિમાયતી ખુદ પાકિસ્તાન પણ મુક્ત નથી. પાકિસ્તાનને સહુ આતંકવાદી રાષ્ટ્ર તરીકે જ ઓળખે છે. એમાંય જ્યારથી પૂર્વ વડા ઈમરાન સત્તા પર આવ્યા હતા ત્યારથી વિવિધ આતંકવાદી સંગઠનો પુરબહારમાં ખીલ્યા હતા, જે હજુ પણ વર્તમાન વડાપ્રધાન શેહબાઝ શરીફના અંકુશમાં નથી. સાઉદી ક્રાઉન પ્રિન્સ એમબીએસના આગમનના એક દિવસ પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાને અફઘાનિસ્તાનના તાલિબાનોને સત્તાવાર આમંત્રણ આપીને પાકિસ્તાન બોલાવ્યા હતા.
આપણા દેશમાં જ્યાં સુધી શિસ્ત એના આખરી અને પરિપૂર્ણ સ્વરૂપમાં ઊઘાડ નહિ પામે ત્યાં સુધી જાહેર રસ્તાઓ પરના ટ્રાફિકમાં શિસ્ત દેખાવાની શક્યતા ઓછી છે. એ માટે ભારત કેવી કિંમત ચૂકવે છે ? દર વરસે હજારો પરિવારોમાં અકસ્માતથી થયેલા સ્વજનના મૃત્યુનું ઘોર આક્રંદ સંભળાય છે. શિસ્ત શબ્દ તો સંક્ષિપ્ત છે, ખરો શબ્દ સ્વયંશિસ્ત છે. આપણે ત્યાં સ્વયંશિસ્તનો એટલો અભાવ છે કે બહુ ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો રસ્તો જરાક ખાલી જુએ કે રોંગ સાઈડમાં સરકી જાય છે. એ સિવાય પણ અવારનવાર લોકો રોંગ સાઈડમાં પ્રવેશી જાય છે. આ એ બેવકૂફ લોકો હોય છે જેઓ એમની વ્યક્તિગત જિંદગીમાં પણ અનેક બાબતોમાં રોંગ સાઈડમાં પગલા પાડવા જતા હોનહાર સામાજિક અને આર્થિક દુર્ઘટનાઓનો ભોગ બનવાના હોય છે.
સંસ્કૃત શાસ્ત્રોમાં સર્પ-રજ્જુ ન્યાયનો ઉલ્લેખ છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક રંગ બદલતા રાજનેતા છે. દુનિયાને એનો બહુ જ કડવો અનુભવ છે ને હજી પણ તેઓ સત્તામાં છે એટલે છેલ્લે છેલ્લે પણ તેઓ અધિક કટુ અનુભવોનો કુંભ આ પૃથ્વી પર અભિષેક કરતા જવાના છે. કેટલા બધા દેશોના કેટલા બધા લોકોની જિંદગીને એમણે નુકસાન કર્યું છે, એના પર વિચાર કરવાનો એમની પાસે સમય નથી. આ બહુ ચાલાક પ્રાણી છે. સામાન્ય રીતે દુનિયાના દેશોમાં એક જમાનામાં ઈરાક-ઈરાન શબ્દ સાથે બોલાતા હતા.
ફરી શેરબજારમાં તેજીનો અણસાર આવે છે અને જાય છે અને બજારે સુધારા તરફી વળાંક લીધો છે. આ સુધારો જો કે પ્રાસંગિક છે. પરંતુ દેશમાં આર્થિક હવામાન પર હજુ મંદી સવાર છે. મંદી અને મોદી સમાનાર્થી ન બને એ જવાબદારી એનડીએ સરકારની છે. દેશની તમામ બજારો પર એની અસર છે. સામાન્ય નાગરિકો માટે પરિવારની કુલ આવકનું ગણિત બેસાડવું એ એક કોયડો છે.