Delhi ni-vaat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
નવીદિલ્હી : પશ્ચિમ બંગાળમાં જ્યારે તૃણમુલ કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં સીબીઆઇ તપાસ પર પ્રતિબંધ મુક્યો હતો. જે રાજ્યમાં ભાજપની સરકાર નથી એવા ઘણા ખરા રાજ્યો સીબીઆઇને રાજ્યમાં તપાસ કરવાની પરવાનગી આપતા નથી જે સ્વાભાવીક પણ છે. હવે પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયું છે અને મુખ્યમંત્રી ભાજપના છે એટલે સરકારે સીબીઆઇને પશ્ચિમ બંગાળમાં તપાસ કરવાની છૂટ આપી છે. હોમ એન્ડ હીલ અફેર્સ વિભાગ તરફથી બહાર પાડેલા પરિપત્રમાં દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (ડીએસપીઇ) એક્ટ ૧૯૪૬ હેઠળ સીબીઆઇને રાજ્યમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પબ્લિક સેક્ટર યુનિટ અને એમને સાંકળતા કેસોની તપાસ કરવાની પરવાનગી આપી દીધી છે. હવે સીબીઆઇ મમતા સરકારના જૂના કેસો ખોલીને તપાસ કરી શકશે.
નવીદિલ્હી : ઇન્ડિયા બ્લોકની મીટીંગ માટે મમતા બેનર્જી દિલ્હી આવ્યા ત્યારે સ્ટેજ પર તેઓ સોનિયા ગાંધીને ખૂબ પ્રેમથી ભેટયા હતા. દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને કોંગ્રેસમાં જોડાઈ જવા કહ્યું છે. ૧૯૯૮ સુધી મમતા બેનર્જી કાંગ્રેેસમાં જ હતા. કોંગ્રેસમાં એમને રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવવાની ઓફર પણ સોનિયાએ કરી હતી. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જી રાહુલ ગાંધીને મળ્યા હતા. મમતાના ભત્રિજા અભિષેક બેનર્જીને કોંગ્રેસના મહામંત્રી બનાવવાની ઓફર પણ કરવામાં આવી છે.
નવીદિલ્હી : ગુજરાતના ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના બહરમપુરથી લોકસભાની ચૂંટણી લડાવી હતી. બહરમપુરના મતદારોએ યુસુફ પઠાણને ભાજપ સામે જીતાડયા હતા. આ ચૂંટણીમાં યુસુફ પઠાણે કોંગ્રેસના સિનિયર નેતા અધિર રંજન ચૌધરીને હાર આપી હતી. હવે એકાએક રાજકીય સમીકરણો બદલાયા છે. વડોદરામાં પોતાના ઘરની નજીક આવેલા એક સરકારી પાર્ટીપ્લોટ પચાવી પાડવાનો કેસ યુસુફ પઠાણ પર ચાલી રહ્યો છે. યુસુફ પઠાણ નસીબદાર છે કે હજી સુધી એમની સામે લેન્ડ ગ્રેબીંગનો કેસ થયો નથી.
નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતકાળમાં એક ટીવી ચેનલના પત્રકારને ઇન્ટરવ્યુ આપતી વખતે વચમાં જ ઉભા થઈને નિકળી ગયા હતા. પત્રકારે પૂછેલા કેટલાક સવાલો વડાપ્રધાનને ગમ્યા નહોતા. એ જ રીતે હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એનબીસીના એક ઇન્ટરવ્યુ વખતે વાતચીત વચમા જ કાપી નાખીને ઇન્ટરવ્યુ અધવચ્ચેથી છોડી દીધો હતો. ઇન્ટરવ્યુ લેનાર પત્રકાર ક્રિસ્ટન વેલ્કર વારંવાર ટ્રમ્પને સંવેદનશીલ બાબતો પર સવાલ પૂછી રહી હતી. 'મીટ ધ પ્રેસ' કાર્યક્રમમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, કેલિફોર્નિયામાં થઈ રહેલી પ્રાયમરી ચૂંટણી અને વર્ષ ૨૦૨૦માં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ગરબડ થઈ હતી. વેલ્કરે જ્યારે કેલિફોર્નિયા ચૂંટણીમાં થયેલી ગરબડના પુરાવા માંગ્યા ત્યારે ટ્રમ્પે કહ્યું કે, 'મને ફક્ત જોવાનો અને સાંભળવાનો છે.
નવીદિલ્હી: ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પછી થયેલી તમામ રાજ્યોની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના વિવિધ પક્ષો વચ્ચે સમજૂતી શક્ય બની નથી. ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ બાબતે કોઈપણ પક્ષ એકમત થઈ શક્યો નથી. રાહુલ ગાંધીનું નેતૃત્વ કોંગ્રેસ સિવાય બીજા કોઈપણ પક્ષને મંજૂર નથી. પશ્ચિમ બંગાળમાં ટીએમસીની હાર પછી મમતા બેનર્જીનું માન પણ ઓછું થઈ ગયું છે. હારેલા તમામ વિરોધપક્ષો ફરીથી ઇન્ડિયા ગઠબંધનને એક કરવા મથી રહ્યા છે. આજે ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી છે.
નવીદિલ્હી : દિલ્હીના જંતર મંતર ખાતે સવારથી કોકરોચ જનતા પાર્ટીના ગણ્યાગાંઠયા કાર્યકરો પહોંચવા માંડયા હતા. સીજેપીના ટેકેદારો દિશાવિહીન દેખાતા હતા. થોડા વર્ષો પહેલા જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના આંદોલનકારીઓએ જે પ્રકાર 'હમકો ચાહીએ આઝાદી...'ના સૂત્રો પોકાર્યા હતા એ જ સુત્રો સીજેપીના ટેકેદારો પોકારતા હતા.
નવીદિલ્હી : રાજધાની દિલ્હીમાં છેલ્લા ૫ મહિનામાં આગ લાગવાની ૩ મોટી ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં ૪૦ જેટલી વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ગેરકાયદેસર બિલ્ડીંગ તૂટી પડતા ૬ વ્યક્તિઓના મોત થયા હતા. આમ લગભગ ૪૬ લોકોએ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. દરેક અકસ્માત પછી સરકાર, પ્રશાસન અને સંબંધીત એજન્સીઓ એક જ પ્રકારની પ્રતિક્રિયા આપતા રહ્યા. 'ફાયર ઓડિટ થશે, ગુનેગારો સામે કાર્યવાહી થશે, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા થશે.
નવીદિલ્હી : દક્ષિણ દિલ્હીના માલવિય નગરમાં થયેલા અગ્નિકાંડને કારણે ૨૧ લોકોના મૃત્યુ થયા છે. હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ કરવામાં આવી છે. બજાજે પોલીસની પૂછપરછમાં કહ્યું હતું કે, તેઓ હોટલ પરિસરના મેનેજમેન્ટનું કામ કરતા નહોતા. આ નિવેદન પછી કિસ્સામાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. હોટલ માલિકે મેનેજમેન્ટની વ્યવસ્થા બીજી વ્યક્તિઓને આપી રાખી હતી. બજાજે અધિકારીઓને એમ પણ કહ્યું હતું કે, વધારાના રૂમ બનાવવા તેમજ બનેલા રૂમમાં ફેરફાર કરવાની સલાહ એમને કોઈક વ્યક્તિએ આપી હતી.
નવીદિલ્હી : દિલ્હી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કેન્દ્રીય ખરીદી એજન્સી (સીપીએ) પર વિજિલન્સના દરોડા પછી સત્તાધીશો ચોંકી ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને માથે માછલા ધોવાયા પછી એમણે પગલા લેવા પડયા છે. સીપીએ પ્રમુખ ડો. વિનોદકુમાર રંગાને એમના હોદ્દા પરથી દુર કરવાની સાથે બીજા ૪૦ થી વધારે મેડિકલ, પેરા મેડિકલ અને બીજા વહીવટી કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. વિજિલન્સના દરોડા પછી દિલ્હી હેલ્થ સર્વિસના ડિરેક્ટર ડો. વત્સલા અગ્રવાલની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
નવીદિલ્હી : કર્ણાટકમાં સિદ્ધારમૈયાને રાજીનામું આપવાની ફરજ પાડયા પછી કોંગ્રેસ હાઇકમાન્ડ સચેત થઈ ગયું છે. કોંગ્રેસના નેતાઓને ખબર છે કે, સિદ્ધારમૈયા કાચી માયા નથી. તેઓ સરળતાથી રાજકીય હાર સ્વિકારે એમ નથી. કર્ણાટકમાં કોંગ્રેસે સત્તા પરિવર્તન ભલે સરળતાથી કર્યું હોય, પરંતુ સિદ્ધારમૈયાનો રેકોર્ડ જોતા સરળતાથી શરણાગતી સ્વિકારવી એમના સ્વભાવની વિરુદ્ધ છે. ૧૯૯૬માં જે એચ પટેલ અને ૨૦૦૪માં ધર્મસિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે એમણે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. એમના જક્કી વલણને કારણે ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ એમને જેડીએસમાંથી કાઢી મૂક્યા હતા.
નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂક થઈ છે. સીજેઆઇ સૂર્યકાંતની આગેવાનીવાળા કોલેજિયમે હમણા જ પાંચ નામોની ભલામણ રાષ્ટ્રપતિને મોકલી હતી. આ ભલામણોમાં ચાર અલગ અલગ હાઇકોર્ટના ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. એક સિનિયર વકીલનું નામ પણ આ યાદીમાં છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ પણ આ નિમણૂકોને મંજૂરી આપી દીધી છે અને આ સંબંધે પરીપત્ર પણ બહાર પાડયો છે. નિમણૂક પામેલા જજોમાં બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રશેખર, પંજાબ - હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શીલ નાગુ, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ સચદેવા, જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરૂણ પલ્લીનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ હાઇકમાન્ડે પાંચ નેતાઓને દિલ્હી બોલાવ્યા
નવીદિલ્હી : પંજાબ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાતા જ કોંગ્રેસમાં પણ ફેરફારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ  પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગેએ પંજાબના પાંચ વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. એમ કહેવાય છે કે પંજાબના કોંગ્રેસ પ્રમુખને બદલવાની વાતચીત થઈ રહી છે. આ સંકેત પંજાબના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અને ગુરુદાસપુરના સાંસદ સુખજીંદર રંધાવાએ આપ્યો છે. સુખજીંદર રંધાવાએ કહ્યું હતું કે કોંગ્રેસ હાઇકમાન્ડે મીટીંગ બોલાવી છે, પરંતુ નેતૃત્વમાં ફેરફાર થશે કે નહીં એ હજી નક્કી થયું નથી.
નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટે લગ્ન જીવનના વિવાદોમાં ખોટા અને દુર્ભાવનાપૂર્ણ ફોજદારી કેસોની વધતી સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે, કોર્ટો અને વકીલો બંનેની જવાબદારી છે કે અંગત દ્વેષને કારણે ફોજદારી કાયદાનો દુરઉપયોગ થતો રોકે. જસ્ટીસ બીવી નાગરત્ના અને જસ્ટીસ ઉજ્જલ ભૂયીઆની બેંચે પતિ અને એમના કુટુંબીઓ વિરુદ્ધ કરવામાં આવેલી ૧૦થી વધુ ફોજદારી ફરિયાદોને રદ કરતા આ ટીપ્પણી કરી હતી. આ કેસોમાં પોક્સો કાયદો અને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) હેઠળ દુષ્કૃત્યની ફરિયાદોનો સમાવેશ પણ થાય છે. કોર્ટે ટીપ્પણી કરી હતી કે, 'લગ્ન જીવનના વિવાદોમાં ખોટા આક્ષેપો અને દ્વેષપૂર્ણ કેસોને કોર્ટે ઉત્તેજન આપવું જોઈએ નહીં. વકીલો ઉપર સામાજીક જવાબદારી છે અને કુટુંબ જીવનના સામાજીક બંધનને તૂટતુ બચાવવું જોઈએ.
નવીદિલ્હી : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પછી વિવિધ સ્તરે રાજકારણ બદલાઈ રહ્યું છે. હવે રાજ્યની શિક્ષણ સંસ્થાઓમાં પણ એની અસર દેખાય છે. હવે આરએસએસ સાથે જોડાયેલા વિદ્યાર્થી અને શિક્ષક સંગઠનોએ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પોતાની ગતિવિધિ વધારી દીધી છે. એક જમાનામાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં સામ્યવાદીઓ અને તૃણમુલ કોંગ્રેસનો પ્રભાવ વધુ હતો. હવે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે. ઉત્તર બંગાળની કોલેજ કેન્ટીનથી લઈને કોલકત્તાની યુનિવર્સિટીના કેમ્પસમાં પણ આ બદલાવ દેખાઈ રહ્યો છે.
નવીદિલ્હી: સતત ચૂંટણીમાં હારી રહેલી કોંગ્રેસએ સત્તામાં પરત ફરવા માટે હવે એક ખૂબ જ ખાનગી, આક્રમક અને ચોંકાવનારી રણનીતિનો પ્લાન તૈયાર કર્યો છે. પક્ષના ઉચ્ચ હોદ્દેદારોના કહેવા પ્રમાણે કોંગ્રેસ હવે ભાજપને એમના જ મેદાન પર એમની જ રીતે એટલે કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર લડી લેવા તૈયારી કરી રહી છે. આ માટે પાર્ટી ગંગોત્રીથી ગંગા સાગર સુધી વહેનાર દેશની જીવનરૂપી ગંગા અને તિરંગાને પોતાનું નવું હથિયાર બનાવશે. આર્થિક સ્થિતિ મજબૂત કરવા કોંગ્રેસ આરએસએસની જેમ ગુરુદક્ષિણા મોડેલ પણ અપનાવશે. આને લીધે ર્કોર્પોરેટ્સ અને મોટા દાનોને સરકારી એજન્સીઓના રડારથી બચાવી શકાય. ફંડ ભેગુ કરવા માટે કોંગ્રેસના રણનીતિકારોએ એક ખાસ ફોર્મ્યુલા બનાવી છે.
નવીદિલ્હી :કર્ણાટક રાજકીય નાટકનો અંત આવી રહ્યો છે. આજે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજીનામું આપી શકે છે. એમણે સવારે ૧૦.૩૦ વાગ્યે રાજ્યપાલની મુલાકાત માટે સમય માંગ્યો છે. રાજભવન જતા પહેલા તેઓ ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર સાથે નાસ્તો કરશે. દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડને મળ્યા પછી એમનું મો પડી ગયું હતું.
નવીદિલ્હી : પહેલગામ આતંકવાદી હુમલા પછી સુરક્ષા દળોની ચોકસાઇને કારણે મોટો આતંકવાદી હુમલો થયો નથી. જોકે હવે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓને એવી જાણકારી મળી છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ વધી શકે છે. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી નબળા પડેલા અલ-ભદ્ર ફરીથી એકવાર ખીણ પ્રદેશમાં સક્રિય થવાની કોશિષ કરે છે. આ માટે આ સંગઠન હિઝબુલ મુઝાહીદ્દીન સાથે મળીને રણનીતિ નક્કી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં અલ-બદ્રના મુખ્ય કમાન્ડર હમઝા બુરહાનની હત્યાને કારણે અલ-બદ્રને ફટકો પડયો હતો. જોકે ભારતીય એજન્સીઓ પણ માને છે કે, આ આતંકવાદી સંગઠનને નબળુ માનવાની ભૂલ કરવા જેવી નથી.
નવીદિલ્હી: લ્યુટીયન દિલ્હીમાં દિલ્હી જીમખાના કલબની ગણના સૌથી મોભાદાર કલબ તરીકે થાય છે. દિલ્હીમાં કેટલીક એવી કલબો છે કે જેના સભ્ય બનવા માટે કરોડો રૂપિયા આપવા છતા સફળતા મળતી નથી. દિલ્હી જીમખાના કલબ પણ એમાની એક છે.
એમ કહેવાય છે કે આ કલબના સભ્યોમાંથી મોટા ભાગના લેફ્ટ લિબરલ વિચારધારાના છે. કેન્દ્ર સરકારે હવે આ કલબની જગ્યા પરત લેવાનું નક્કી કર્યું છે.
નવીદિલ્હી : દેશભરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશનિકાલ કરવાનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે નવાઈ લાગે એવા અને આંચકાજનક સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું છે કે જે લોકોની ભારતીય નાગરીકતા શંકાસ્પદ હોવાથી બાંગ્લાદેશ મોકલી આપવામાં આવ્યા છે એમને ભારત પરત લાવી નાગરીકતાની તપાસ કરવામાં આવશે. તપાસ કર્યા બાદ જ એમની સામે આગળની કાર્યવાહી થશે. આ આશ્વાસન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેંચને આપ્યું હતું. કલકત્તા હાઇકોર્ટે કેટલાક બાંગાળી ભાષી લોકોને ફરીથી ભારત લાવવા હુકમ કર્યો હતો. કલકત્તા હાઇકોર્ટના આ ચુકાદા સામે અપીલ કરવામાં આવી હતી.
નવીદિલ્હી : પાંચ દેશોના પ્રવાસેથી પરત ફર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે. વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની એક અગત્યની લાંબી બેઠક મળી હતી. દિલ્હીના રાજકીય વર્તુળોમાં આ બેઠક પછી જાતભાતની ચર્ચા થઈ રહી છે. આ બેઠકમાં મંત્રીઓના રીપોર્ટ કાર્ડ ખોલવામાં આવ્યા હતા. સરકારના બે વર્ષ પુરા થતા પહેલા આ બેઠકમાં મંત્રીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી મંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા પણ છે.