વિશ્વના સૌથી ધનવાન શ્વાને માયામી ખાતેનું મેન્સન 3.1 કરોડ ડોલરમાં વેચવા કાઢ્યું
અબજપતિની માફક જીવતો જર્મન શેફર્ડ ડોગ
આપણે રસ્તા પરના કૂતરા જોયા હશે, પરંતુ કોઈ ડોગ કે શ્વાન વૈભવી જીવનશૈલી જીવતો હોય તેવું ભાગ્યે જ આપણે સાંભળ્યું હતું. પરંતુ કેટલાક શ્વાન એવા હોય છે જેનું નસીબ સામાન્ય માનવીના નસીબ કરતાં પણ વધારે જબરજસ્ત હોય છે. આવું જર્મન શેફર્ડ ડોગ ગંથરનું છે. તેની છઠ્ઠી પેઢી આજે અબજપતિની માફક જીવી રહી છે, જેની સામે વિશ્વની વસ્તીના નોંધપાત્ર હિસ્સાને જીવવાના પણ ફાંફા છે.