વિશ્વના સૌથી મોટા ફોટોગ્રાફી એવોર્ડની રોમાંચિત કરી દેતી એવોર્ડ વિજેતા તસ્વીરો
લે મોન્ટ સેન્ટ માઇકલનો અવર્ણનીય સૂર્યાસ્ત
ફોટોગ્રાફર સિગડેમ અય્યિલદિઝના લેન્સે આ અદભુત દ્રશ્ય કંડારી લીધું છે. તેણે આ ફોટોગ્રાફ માટે ટર્કી માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો. તેના આ શોટમાં ફ્રેન્ચ કમ્યુન લે મોન્ટ સેન્ટ માઇકલનો સૂર્યાસ્ત સમયનો ફોટો લેવાયો છે. ફોટોગ્રાફરનું કહેવું છે કે મારા માટે નોર્મન્ડીના દરિયાકાંઠે આવેલ કલાનો આ ઉત્કૃષ્ટ નમૂનો વિશ્વની આઠમી અજાયબી છે. તેણે સૂર્યાસ્ત સમયે એકદમ લેજેન્ડરી વ્યુ આપ્યો હતો.