વિશ્વની કેટલીક અવનવી ગ્રાન્ડ ડિઝાઇન જેને જોઈને અચંબિત થયા વગર રહી નહી શકો
મેજના ડ્રોઅરના આકારનું મકાન
આપણે ડ્રોઅર તો હંમેશા ખોલીએ છીએ, પરંતુ આ જ પ્રકારના ડ્રોઅરની સ્ટાઇલનું બિલ્ડિંગ ક્યારેય જોયું છે. જો આ બિલ્ડિંગ ન જોયું હોય તો હવે જોઈ લો. કોલંબિયાના બોગોટા શહેરમાં જાયન્ટ ડ્રોઅર સ્ટાઇલનંત બિલ્ડિંગ આવેલું છે. આ બિલ્ડિંગના દરેક માળને ડ્રોઅરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેથી આ બિલ્ડિંગમાં જતા લોકો કોઈ ડ્રોઅરની અંદર જતાં હોય તેવી લાગણી અભુભવતા હોય તો જરા પણ આશ્ચર્ય નહીં થાય.