રોલ્સરોયસના ઇલેક્ટ્રિક એરક્રાફ્ટે પ્રતિ કલાક 623 કિ.મી.ની ઝડપ નોંધાવી ફાસ્ટેસ્ટ ઇવીનો રેકોર્ડ નોંધાવ્યો

રોલ્સરોયસના  ઇલેક્ટ્રિક એરક્રાફ્ટે પ્રતિ કલાક 623 કિ.મી.ની ઝડપ નોંધાવી ફાસ્ટેસ્ટ ઇવીનો રેકોર્ડ નોંધાવ્યો
Thumnail
Thumnail
Thumnail
Thumnail

અગાઉનો રેકોર્ડ પ્રતિ કલાક 231.07 કિ.મી.ની ઝડપનો હતો

રોલ્સરોયસનું ઇલેક્ટ્રિક વ્હીકલ સ્પિરિટ ઓફ ઇનોવેશન વિશ્વનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિકલ વ્હીકલ એરક્રાફ્ટ બન્યું છે. તેણે પ્રતિ કલાક 623 કિ.મી.ની ટોપ સ્પીડ નોંધાવી છે. કંપનીનું આ એરક્રાફ્ટ ત્રણ કિલોમીટરના અંતરમાં 555.9 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડવામાં સફળ રહ્યું. આ સાથે આ વિમાને સીમેન્સના નવા ઇલેક્ટ્રિક વિમાન એક્સ્ટ્રા 330 એલઇ એરોબેટિકનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. સીમેન્સના આ વિમાને 2017માં પ્રતિ કલાક 231.07 કિ.મી.ની ઝડપે ઉડાન ભરી હતી. રોલ્સરોયસના આ વિમાને બ્રિટનના સંરક્ષણ મંત્રાલયની બોસ્કોમ્બ ડાઉનની એરક્રાફ્ટ ટેસ્ટિંગ સાઇટ પર ૧૫ કિલોમીટર સુધી 532.1 કિ.મી.ની ઝડપે ઉડાન કર્યુ હતું. તેની સાથે ખાસ વાત એ છે કે આટલા ઓછા સમયમાં 3000 મીટર સુધીની ઊંચાઈ પર પહોંચવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

SLIDE SHOW

City News

Sports

TOP READ NEWS
RECENT NEWS