હિસ્ટોરિક ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ ૨૦૨૧ - કેમેરામાં કેદ થયેલો ઇતિહાસ

હિસ્ટોરિક ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ ૨૦૨૧ - કેમેરામાં કેદ થયેલો ઇતિહાસ
Thumnail
Thumnail
Thumnail
Thumnail

હિસ્ટોરિક ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ ૨૦૨૧ - કેમેરામાં કેદ થયેલો ઇતિહાસ

ઇતિહાસ એટલે કે આપણા ભૂતકાળ અને તે ભૂતકાળ દરમિયાન ઘટેલી મહત્વપૂર્ણ ઘટનાઓનું સંભારણું. પૃથ્વીના ઉદ્ભવ સમયથી આ ઇતિહાસનું ચક્ર શરુ થઇ ગયું છે, જે સતત ગતિમાન છે. પૃથ્વી પર માણસના સર્જનથી માંડીને તેના સાર્વભૌમ બનવા સુધીની સફરમાં અનેક ઘટનાઓ બની છે. જેને આપણે ઇતિહાસ કહિએ છીએ. ત્યારે ઇતિહાસમાં બનેલી આવી અનેક ઘટનાઓની નિશાની વિવિધ સ્વરુપે ધરતી પર સચવાયેલી છે. જેમાંથી અનેક નિશાનીઓની આપણે ઓળખ પણ કરી છે. હજારો વર્ષ જૂના સજીવોના જીવાશ્મિ હોય કે પછી આદિમાનવોની ગુફા. દુનિયાભરમાં આ પ્રકારની અનેક નિશાનીઓ આવેલી છે. આ તો થઇ લાખો - હજારો વર્ષો જૂના ઇતિહાસની વાત. આ સિવાય હમણા અમુક સો વર્ષો પહેલાની ઘટનાઓ અને માનવ જીવનની નિશાનીઓ ધરતી પર વિવિધ જગ્યાએ હયાત છે. ક્યાંક બાંધકામ છે, ક્યાંક શિલ્પો છે તો ક્યાંક કલાકૃતિ. આવી જ ઇતિહાસ સાથે સંકળાયેલી જગ્યાઓને કેમેરામાં કેદ કરવા માટેની એક સ્પર્ધા દર વર્ષે યોજાય છે. આ વર્ષે પણ આ સ્પર્ધા યોજાય, જેનું નામ છે 'હિસ્ટોરિક ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ ૨૦૨૧'. જેમાં દુનિયાભરના વિવિદ ફોટોગ્રાફરોએ ભાગ લીધો અને ભવ્ય ભૂતકાળ અને ઇતિહાસ સાથે સંકળાયેલી દુનિયાની વિવિધ જગ્યાઓને કેમેરામાં કેદ કરી. અહીં જે તસવીરો આપવામાં આવી છે તે આ સ્પર્ધાની વિજેતા બનેલી તેમજ શોર્ટ લિસ્ટ થયેલી તસવીરો છે.

SLIDE SHOW

City News

Sports

TOP READ NEWS
RECENT NEWS