દક્ષિણ કોરીયાના દરિયા કિનારા નજીક 2025 સુધીમાં આકાર લેશે વિશ્વનું સૌપ્રથમ તરતું શહેર
શહેરોની વધતી જતી ગીચતા અને ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળવા માટેનો મહત્ત્વનો ઉપાય
વિશ્વનું સૌપ્રથમ ફ્લોટિંગ સિટી એટલે તરતું શહેર સાઉથ કોરીયાના દરિયાકિનારે 2025 સુધીમાં આકાર લેશે.માનવ સમૂહે દરિયાની વધતી જતી સપાટીને પહોંચી વળવું હોય તો આના સિવાય કોઈ ઉપાય નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સમર્થિત આ શહેર બુસાનના કિનારે બાંધવામાં આવશે.