લક્ઝુરિયસ યાટ બાદ હવે વૈભવી સબમરીન 24 કલાક સમુદ્ર નીચે રહી અનોખો અનુભવ કરાવશે
સમુદ્રના તળિયે પાર્ટી
સમુદ્રની ઉપર તો ક્રુઝ પાર્ટી કેટલીય જોઈ હશે, હવે સમુદ્રના તળિયે પણ પાર્ટી કરવાની તક પૂરી પાડશે, લક્ઝુરિયસ સબમરીન. હવે એવી લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક સબમરીન વિકસાવવામાં આવી છે કે 120 લોકો સમુદ્રની અંદર 24 કલાક સુધી પાર્ટી કરી શકશે. આના લીધે હોસ્પિટાલિટી ઉદ્યોગમાં એક નવો જ માર્ગ ખુલ્યો છે.