23મો હાર્બિન આઇસ-સ્નો વર્લ્ડ લોકો માટે ખુલ્લો મૂકાયો
અનોખો આઇસ એન્ડ સ્નો કલ્ચરલ ફેસ્ટિવલ
હાર્બિન આઇસ એન્ડ સ્નો વર્લ્ડ અનોખો આઇસ એન્ડ સ્નો ટુરિસ્ટ એન્ડ કલ્ચરલ ફેસ્ટિવલ છે. તેનો પ્રારંભ હાર્બિન મ્યુનિસિપલ ગવર્નમેન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેનું પ્રાયોજક હાર્બિન કલ્ચરલ ટુરિઝમ ગ્રુપ છે. આ શો 1999માં શરૂ કરવામાં આવ્યા પછી તેનો વિસ્તાર દર વર્ષે વધતો રહ્યો છે. આ વર્ષે તેનું આયોજન 7,50,000 ચોરસ મીટરથી પણ વધારે જગ્યામાં તેનું આયોજન થયું છે.