ગ્રીન એનર્જી એટલે શું ?
વાહનો, કારખાનાના મશીનો અને રસાયણ ઉદ્યોગોમાં કોઈ ને કોઈ શક્તિનો ઉપયોગ થાય છે. વાહનોમાં પેટ્રોલ અને શક્તિ પેદા થાય. વીજળી પેદા કરવામાં કોલસો કે અન્ય ઇંધણ બાળવા પડે. શક્તિ માટે ગરમી જોઈએ અને કોઈ વસ્તુ સળગે ત્યારે જ ગરમી મળે. વસ્તુ બળે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુ પેદા થાય.
આ વાયુઓ ઓઝોન સ્તરને નુકસાન કરે. પૃથ્વી પરનું તાપમાન વધારે. આવા વાયુઓને પ્રદૂષણ કહે છે. વિજ્ઞાાનીઓ શક્તિ પેદા કરતી વખતે પ્રદૂષણ ન થાય તેવા બળતણની શોધ કરે છે. સોલાર પાવર, પવનચક્કી, દરિયાના મોજા, ગતિશક્તિ અને કેટલાક વનસ્પતિમાંથી બાયોફ્યુઅલ મેળવવાના પ્રયત્નો થાય છે. આ બધા સ્ત્રોતોને ગ્રીન એનર્જી કહે છે અને તે પ્રદૂષણ કરતી નથી.