For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોબાઈલ ફોનની બેટરી કેવી રીતે પાવર આપે છે?

Updated: Nov 18th, 2022

Article Content Image

ઇ લેક્ટ્રોનિક સાધનો, વાહનો વિગેરેમાં ઇલેક્ટ્રિક પાવર માટે બેટરી હોય છે. સાધનના કદ અને વીજળીની જરૂરિયાત મુજબ બેટરીના ઘણા પ્રકાર છે. પાવર સેલ અને બેટરી ઇલેક્ટ્રિક પાવર પેદા કરવાના નાના સાધનો છે. મોબાઈલ ફોનમાં નાનકડી ડબ્બી જેવડી લિથિયમ બેટરી હોય છે. લિથિયમ તરત જ પ્રતિક્રિયા કરતી મેટલ છે. 

મોબાઈલની બેટરી લિથિયમ અને કાર્બનના પાતળા પડ હોય છે. લિથિયમ પોઝીટીવ અને કાર્બન નેગેટીવ સ્તરનું કામ કરે છે. બંને જોડાય એટલે લિથિયમ તરફથી આયનો કાર્બન તરફ વહેવા લાગે અને વીજપ્રવાહ પેદા થાય. લિથિયમ બેટરીમાં કાર્બન પોતે મેળવેલા  પોઝીટીવ આયન પરત આપતું રહે છે અને બેટરી સતત પાવર આપે છે. લિથિયમના આયનો ન્યૂટ્રલ થાય એટલે બેટરી ડાઉન થાય તેને બહારથી હળવો વીજપ્રવાહ આપી ફરીથી રિચાર્જ કરી શકાય. મોબાઈલની બેટરી સામાન્ય રીતે ૨૪ કલાક ચાલે જો કે મોબાઈલના વપરાશ અને ટોકટાઈમ પણ તેમાં ભાગ ભજવે. મોબાઈલની બેટરી સામાન્ય રીતે એક હજાર વખત રિચાર્જ કરી શકાય છે.

Gujarat