ભાઈબંધી .

Updated: Jan 20th, 2023


- સલીમભાઈ ચણાવાલા

- આકાશમાં એક મોટી ચીલ શિકારની શોધમાં ઉડી રહી હતી. તેની નજર નીચે જમીન પર પડી. તેણે જોયું કે એક સુંદર હટ્ટોકટ્ટો ઉંદર જઈ રહ્યો છે.

એ ક સુંદર મઝાનું ગામ હતું. ગામની અંદર સરસ તળાવ હતું. તળાવમાં બધાં જ જળચર પ્રાણી રહે. તેમાં સુંદર માછલીઓ ઉપરાંત એક મોટા કાચબાભાઈ પણ રહેતા હતા. તળાવની બાજુમાં અનાજનું ગોડાઉન હતું. આ ગોડાઉનમાં મોટા ઉંદર રહે. આમા સૌથી મોટા ઉંદરભાઈ દોડાદોડ કરતા. અંદર પડેલી દોરીઓમાં તેમના પગ ફસાઈ ગયા. તેમણે ગમે તેમ કરી કાઢવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ કંઈ મેળ પડયો નહીં અને થાકી ગયા. તેમને તરસ લાગી એટલે ગમે તેમ કરીને બાજુમાં આવેલા તળાવ સુધી પહોંચી ગયા. તળાવની પાળે એક કાચબાભાઈ એમને જોઈ ગયા. તેમને થયું આ ઉંદર ખુબ જ હેરાન થઈ રહ્યો છે. તેમને દયા આવી. તેઓ ઉંદરભાઈ પાસે ગયા અને બધી જ દોરીઓ પોતાના મોંથી ખોલી નાખી ઉંદરભાઈને મુક્ત કરી દીધા. ઉંદરભાઈ ખૂબ જ ખુશ થયા. એમણે કાચબાભાઈનો આભાર માન્યો.

આમ ઉંદરભાઈ અને કાચબાભાઈ વચ્ચે દોસ્તી થઈ. ઉંદરભાઈને થયું કે મારે પણ કાચબાભાઈની મદદ કરવી જોઈએ! પણ હું કઈ રીતે મદદ કરું! કાચબાભાઈ તો પાણીમાં રહે છે. હવે શું કરવું? ઉંદરભાઈ તેનો વિચાર કરવા લાગ્યા. અચાનક કાચબાભાઈને એક યુક્તિ સુઝી. એમણે કહ્યુંઃ ઉંદરભાઈ, આપણે એવું કરીએ કે એક મોટી દોરીથી એક બીજાના પગમાં બાંધી લઈએ. આપણે બન્નેને જેકંઈ મળે એટલે દોરી ખેંચવાની. તરત આપણે પાસે પાસે આવી જવાનું અને સાથે મળીને ખાવાનું! ઉંદરભાઈ કહે, ભલે. પછી બન્ને સંપથી જે પણ મળે તે આનંદથી ખાઈને ખૂબ તાજામાજા થવા લાગ્યા. 

એક દિવસની વાત છે. ઉપર આકાશમાં એક મોટી ચીલ શિકારની શોધમાં ઉડી રહી હતી. તેની નજર નીચે જમીન પર પડી. તેણે જોયું કે એક સુંદર હટ્ટોકટ્ટો ઉંદર જઈ રહ્યો છે. ચીલે નીચે ઉતરીને ચીલે ઉંદરભાઈ પર તરાપ મારી. પોતાના પંજામાં એક પડીને એ ઊંચે ઉડવા લાગી. આ બાજુ દોરીનો બીજો છેડો કાચબાભાઈના પગમાં બાંધેલો હતો જ! જેવી દોરી ખેંચાવા લાગી કે એ પણ હવામાં અધ્ધર ઉડયા. હવે બન્ને ભાઈબંધો હવામાં ઉડવા-લટકતા હતા. પછી બન્ને જણ ચીલનો શિકાર બની ગયા... એક સાથે! આમ, ઉંદરભાઈ અને કાચબાભાઈએ સાચી ભાઈબંધી નિભાવી - જીવનમાં પણ અને મૃત્યુમાં પણ.  

    Sports

    RECENT NEWS