યુક્રેન સામે રશિયાની કામગીરી એટલે કીડી ઉપર કટક

Updated: Mar 5th, 2022


- વિચાર વિહાર-યાસીન દલાલ

- પુતિને મોટી ભૂલ કરી છે. રશિયાએ હવે ચીનની ચાપલુસી કરવી પડશે. યુધ્ધથી પુતિનને કોઇ લાભ નહીં થાય

- યુક્રેનના નાગિરકો પોતે હથિયારો લઇને શેરીમાં નીકળી પડયા છે. એ લોકોનું એક જૂથ જાતે જ પેટ્રોલ બોંબ બનાવે છે અને લડાઇમાં એનો ઉપયોગ કરે છે

રશિયાની પડખે આવેલા નાનકડા દેશ યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યો છે. રશિયા એક મહાસત્તા છે. યુક્રેન એક નાનકડો દેશ છે. છતાં પુતિને હુમલો કર્યો છે. જંગલનો કાયદો હોય એવો બન્યો છે. જંગલમાં તાકાતવાળાનું શાસન ચાલે છે. જો દુનિયાના બધા દેશો પાસે સૈન્ય તાકાત હોત તો એકબીજા ઉપર હુમલો થાત? સદિઓથી આવું જ થતું રહ્યું છે. કાયદા મનુષ્યે બનાવ્યા છે. મનુષ્ય કાયદો બદલી પણ શકે છે. હજારો વરસો પહેલાં યુધ્ધની સામગ્રીઓ બની હતી. તે પછી લાંબા સમય સુધી યુધ્ધના પુરાવા મળતા નથી. ન્યુટન અને આઇનસ્ટાઇન જેવા વૈજ્ઞાાનિકોએ બનાવેલા નિયમો જેવા આ અટલ નિયમો નથી. એક ભૂલ થાય એટલે તરત યુધ્ધ ફાટી નીકળે છે. તાજેતરમાં સુદાનમાં ગૃહયુધ્ધ થયું. ઇરાન અને ઇરાક વચ્ચે યુધ્ધ થયું? ઇરાકમાં વરસો સુધી લડાઇ ચાલી? આમ નાના મોટા ઝગડા બે દેશો વચ્ચે ચાલ્યા જ કરે છે. જો કે રશિયાના પુતિન જેવા નેતાઓ શક્તિશાળી છે. એટલે નાનકડા પડોશી દેશ ઉપર એણે હુમલો કરવાની જરૂર ન પડે. ઉપરાંત અમેરિકા જેવા દેશે ખાતરી આપી હતી કે રશિયા  યુક્રેન ઉપર હુમલો કરશે તો અમે પ્રતિબંધો લાદીશું અને રશિયાને દબાવીશું. ઉપરાંત નાટો જેવા દેશો પણ બેઠા જ છે પણ રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરી દીધો છે. અમેરિકાએ કોઇ જાતની હિલચાલ નથી કરી. 

દરમ્યાન યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. એમનો ભારત આવવાનો માર્ગ બંધ થઇ ગયો છે. પરિણામે એમણે પોલેન્ડ અથવા બલગેરિયા થઇને આવવું પડે. ભારતીયો ૩૫ કિલોમીટર ચાલ્યા પછી પોલેન્ડ આવ્યા. ૨૧૯ જેટલા વિદ્યાર્થીઓને લઇને એક વિમાન પોલેન્ડથી રવાના થયું. આ વિમાન દિલ્હી પહોંચ્યું. એમને લેવા એક પ્રધાન ખાસ આવેલા પણ હજુ બીજા હજારો વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેમની સંખ્યા ૧૮ હજાર છે. એમને અત્યારે તો અન્ડર ગ્રાઉન્ડ બંકરમાં આશરો અપાયો છે. 

યુક્રેનની રાજધાની કીવમાં ભારે ગોળીબાર ચાલે છે. એનો વિશાળ બિલ્ડીંગ તરફ જોઇએ તો ઠેર - ઠેર ગાબડા પડેલા દેખાય છે. યુક્રેનના પ્રમુખે અમેરિકન પ્રમુખ સાથે અર્ધોએક કલાક વાત કરી. અમેરિકન પ્રમુખે એમણે દેશ છોડી જવાની વિનંતી કરી પણ યુક્રેનના કે હું પાટનગરમાં જ રહીશ. અને મારી પ્રજામાં ઉભીને પોતાની પ્રજાનો બંદૂકો વેંચતા નજરે પડે છે. અમેરિકાએ એમણે ૫ચીસસો ડોલરની મદદ કરી છે. આ ઉપરાંત જર્મની, સ્વીડન અને બ્રિટને હથિયારો મોકલ્યા છે. બીજા અનેક દેશો તરફથી પણ મદદની ઓફરો આવી છે. એનાથી યુક્રેનનો જુસ્સો વધ્યો છે.

ત્રણ દિવસમાં જ યુધ્ધનો અંત આવે એમ લાગે છે. રશિયાની સૈનાઓ યુક્રેનની રાજધાની સુધી ગઇ છે. પોતે હારશે એમ લાગતાં યુક્રેને રશિયાને વાતચીતનું આમંત્રણ આપ્યું છે. પુતિને પ્રતિનિધિ મંડળ મોકલવાની વાત કરી છે. સાથોસાથ કહ્યું છે કે, અમે યુક્રેન ઉપર કબજો નહીં કરીએ પરંતુ એને આઝાદ કરશું. રશિયાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, યુક્રેન સરકાર શરણે આવે પછી સૈન્ય કાર્યવાહી બંધ થશે. બીજી બાજુ વોશિંગ્ટનમાં ટોચના અમેરિકન નિષ્ણાંતો કહે છે કે પુતિન પોતાના ઇરાદાઓમાં સફળ થયા છે. હવે પુતિન યુક્રેન શરણે થાય પછી જ નવી સરકાર બનાવશે. જેનું રિમોટ કન્ટ્રોલ પોતાના હાથમાં રહેશે. ટૂંકમાં પુતિન પોતાની કઠપૂતળી સરકાર બનાવશે અને એની લગામ પોતામાં હાથમાં રાખશે. તેઓ નાટો અને અમેરિકા માટે નવા પડકારો ઉભા કરશે. અમેરિકા તથા નાટો અને યુનો જેવી સંસ્થાઓ નિવેદન કર્યા કરશે. સૈન્યના ઉપયોગનો તેઓ ઇન્કાર કરશે. બંકરોમાં અને રેલવે સ્ટેશનોમાં ૫૦ લાખથી વધુ લોકોને સમાવવામાં આવ્યા છે. બંકરો ઉપરાંત લોકો પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાક, હંગેરી જેવા દેશોમાં આશરો મળ્યો છે. આ દેશોએ પોતાના રેફ્યુજી કેમ્પ ઊભા કરી દીધા છ.ે જેમાં આ લોકો આશરો લઇ રહ્યા છે. આશરો લેનારાઓમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. 

દરમ્યાન બેલારૂસ ખાતે બન્ને દેશો વચ્ચે મંત્રણા શરૂ થઇ ગઇ છે. યુક્રેન કહે છે પહેલાં રશિયાનું લશ્કર હટી થાય પછી વાત આગળ વધે. રશિયાએ એની ના પાડી છે. ઉપરથી સમાચારો કહે છે કે રશિયાએ એના પરમાણું વિભાગને સૂચના આપી દીધી છે કે કોઇપણ પરિસ્થિતિ માટે તૈયાર રહો. આ બાજુ ૨૮ દેશોએ પોતાના તરફથી મદદ આપવાની તૈયારી બતાવી છે. આમાં અમેરિકા, જાપાન, પોલેન્ડ, બલગેરિયા, રોમાનીયા વગેરે દેશોનો સમાવેશ થઇ જાય છે. ઉપરાંત યુક્રેનની પ્રજા પોતે લડી રહી છે. એક ફોટોગ્રાફમાં દર્શાવ્યું છે કે એક મહિલા પોતે રશિયન, ટેન્કને બે હાથ વડે રોકી રહી છે. રશિયાના સૈનિકો એને પકડીને બીજે સ્થળે લઇ જાય છે. આ ઉપરાંત એક બહાદુર નાગરિક એક પુલ ઉપર ઉભો હોય છે. આ પુલ ગમે તેમ કરીને ઉડાવી દેવામાં આવે તો રશિયન લશ્કર અટકી જાય. પેલા નાગરિકે આજ કર્યું. પુલ ઉડાવી દીધો અને એમાં પોતે શહીદ થઇ ગયો. યુક્રેનની સરકારે આની નોંધ લીધી છે અને પેલા નાગરિકને એનો મેડલ આપીને એનું સન્માન કરવાનું નક્કી કર્યું છે. આગળ કહ્યું તેમ યુક્રેનના નાગિરકો પોતે હથિયારો લઇને શેરીમાં નીકળી પડયા છે. એ લોકોનું એક જૂથ જાતે જ પેટ્રોલ બોંબ બનાવે છે અને લડાઇમાં એનો ઉપયોગ કરે છે. પેટ્રોલ બોંબ બનાવવાનું કામ આસાન છે. આથી નાગરીકોને એ બનાવવામાં અગવડ પડતી નથી. ઠેર - ઠેર લોકો દ્વારા આવા બોંબ બનાવી રહ્યા છે. પેટ્રોલ બોંબ બનાવવામાં સહેલા છે.

યુક્રેનની મદદ માટે યુરોપના લોકો આગળ આવ્યા છે. ચાર દિવસમાં એક અબજ રૂપિયા જમાં થઇ ગયા છે. પહેલાં એમ લાગતું હતું કે આ દેશો પીછેહઠ કરી રહ્યા છે. પણ હવે યુરોપના અનેક દેશોના સામાન્ય લોકો મદદ કરી રહ્યા છે. આ માટે નેશનલ બેંકમાં એક ખાસ ખાતું શરૂ કરાવ્યું છે. ચાર દિવસમાં એક અબજ રૂપિયા જમાં થઇ ગયા છે. આમાંથી પેટ્રોલિંગ, કોમ્યુનિકેશનના સાધનો ખરીદાશે. ભોજનની પણ વ્યવસ્થા પણ થઇ જશે. એક રિપબ્લીકમાં બે જગ્યાએ આની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પુતિને મોટી ભૂલ કરી છે. રશિયાએ હવે ચીનની ચાપલુસી કરવી પડશે. યુધ્ધથી પુતિનને કોઇ લાભ નહીં થાય. રશિયાની કમાણીનો મોટો હિસ્સો ક્રુડ તેલનો છે. રશિયન હુમલાએ નાટોએ કરી દીધું છે. યુક્રેનમાં ગૃહ યુધ્ધ પણ છેડાઇ શકે. પુતિન શીતયુધ્ધમાં જીવે છે. આજે પણ રશિયા ક્રુડ, ગેસ અને યુધ્ધ સામગ્રી આધારિત અર્થતંત્ર ધરાવે છે. આજે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ખતમ થઇ રહી છે. પુતિન લોકતંત્રના વિરોધી છે. રશિયાએ યુધ્ધ શરૂ નથી કર્યું પુતિને કર્યું છે. અમેરિકા અને યુરોપના કોઇ એક નેતા નિર્ણય ન લઇ શકે. સંસદમાં નિર્ણય લેવાય છે. યુધ્ધ શરૂ કરવાનું સમય પણ રશિયાની તરફેણમાં નથી. શિયાળો પુરો થવામાં છે. ગેસનો પુરવઠો છે પણ એની માંગ ઘટશે. અમેરિકા દુનિયાનું સૌથી મોટું ક્રુડ નિકાસકાર છે.

દરમ્યાન પુતિને અમેરિકા અને એના સાથી દેશોને જૂઠા કહ્યા છે. પુતિને પોતાના સંરક્ષણ ખાતાને એલર્ટ રહેવાનું કહી દીધું છે. આનો અર્થ ગંભીર છે. આ એલર્ટનો મતલબ એ થાય કે રૂસ હવે પરમાણું યુધ્ધની તૈયારી કરી રહ્યું છે. એની પાસે બે હજારથી વધુ અણુબોમ્બ છે. આ બોમ્બનો ઉપયોગ આ યુધ્ધમાં થઇ શકે છે. પણ અત્યારે એ શક્ય લાગતું નથી. ભિષણ તબાહી - મચાવતા યુધ્ધ વચ્ચે રશિયાએ વાટાઘાટોની દરખાસ્ત કરી છે. છેલ્લા સમાચાર મુજબ આ વાટાઘાટો સાડા ત્રણ કલાક ચાલી હતી. દરમ્યાન નાટોના સભ્ય દેશોમાં એક અડચણ પેદા થઇ હતી. પુતિનની મંત્રણા ચાલું હતી. ત્યારે બિનશરતી તૈયાર થઇ ગયા હતા. પ્રતિનિધિ મંડળે જવાબદારી લીધી છે. યુક્રેને પહેલા કહ્યું હતું કે જ્યાંથી અમારી ઉપર હુમલો થયો હોય ત્યાં અમે ચર્ચા કરી શકીએ નહીં પોલેન્ડ, તુર્કી, હંગેરી, આજરબેજાન અને સ્લોવાકિયામાં પોતાનો પ્રતિનિધિ મોકલી શકે છે. એવા સમાચાર મળ્યાં કે બેલારૂસના રાષ્ટ્રપતિએ જવાબદારી લીધી છે. રણભુમિ બનેલા યુક્રેનમાં આમ રશિયાની સેના વાટાઘાટમાં તૈયાર થઇ ગઇ છે. દરમ્યાન રશિયન સેના યુક્રેનના અનેક મોટા શહેરોમાં મિસાઇલથી ઘૂસી ગઇ હતી. એણે ખાર કીવમાં કબજો કરી લીધો હતો. આમ યુધ્ધ ભીષણ છે. એને વધુને વધુ ભીષણ બનાવવામાં આવી રહ્યું છે. 

    Sports

    RECENT NEWS