મહાત્મા ગાંધીઃ દેશના સાચા શહીદ

Updated: Feb 5th, 2022


- વિચાર વિહાર- યાસીન દલાલ

- ગાંધી 20મી સદીની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ હતાં. કેટલાકને લાગ્યું હશે કે ગાંધીની અહિંસા નબળાઈની નિશાની હતી. પરંતુ કપરા સંજોગોમાં અહિંસા એક તાકાત છે

મહાત્મા ગાંધી સિધ્ધાંતોની  બાબતોમાં કઠોર અને કડક હતાં. એમના પત્નિ કસ્તુરબા સાથે પણ એ કડક હતાં. એમનો એક કિસ્સો જાણીતો છે. આ કિસ્સામાં કસ્તુરબાને તેઓ હાથ પકડીને બારણા સુધી મૂકી આવ્યા હતાં. એમની સાથે રહેવું મુશ્કેલ થઈ જાય એટલી હદે એ કડક હતાં. પણ સાથે સાથે એ કોઈ પ્રત્યે દ્વેષ રાખતા નહીં. જે કહેતા એ પૂરી જવાબદારી સાથે કહેતા જે જે કરે એ પોતાની ડાયરીમાં નોંધી લેતા. બહુ ઓછા લોકોએ નિર્દંભ સ્થિતિમાં ગાંધીજી જેવી કથા લખી છે.

આજની યુવા પેઢી એમાંની કેટલીક વાતો સાથે સંમત થશે નહીં. એમના વિચાર જરા કડક હતાં. એમણે સત્યના પ્રયોગો કર્યા. એમને સમજવા મુશ્કેલ છે. એમણે જે કર્યું તે બીક વિના કર્યું. જયાં સુધી થાય ત્યાં સુધી એ સ્વાવલંબી હતાં. પોતાના ઓરડાની સફાઈ જાતે જ કરતા. ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે સ્ટીમ્બરમાં રાખેલા  સામાનને જોઈને મહાદેવભાઈને પુછયું કે આ સામાન શા માટે? મહાદેવભાઈએ કહ્યું કે બધાને આટલો જ સામાન આપ્યો છે. ગાંધીએ બોલ્યા કે એક ફકીર જઈ રહ્યો છે. આટલો બધો સામાન મને શોભતો નથી. બ્રિટનમાં મારે માટે એક કંબલ કાફી છે. મારૂં મન આ બોજ નહી ઉઠાવી શકે, આગળના સ્ટેશન પર બધાને વહેંચી દેજો.

પંચમ જયોર્જને તેઓ પોતડી પહેરીને મળ્યા. આવા તેઓ વૈરાગી હતાં. બાપુ પોતાના મનની સફાઈ બહુ કરતા. તેઓ જબરદસ્ત લડાયક મિજાજના હતાં. એમનું કામ લડાયક હતું.

''સામાન્ય વહેવારમાં અસત્ય ના બોલવું કે ના આચરવું એટલો જ સત્યનો અર્થ નથી. પણ સત્ય એજ પરમેશ્વર છે. તે સિવાય બીજું કશું જ નથી. એ સત્યની શોધ અને પૂજાને અંગેજ બીજા બધા નિયમોની આવશ્યકતા રહે છે. અને એમાંથી જ તેમની ઉત્પતિ છે. આ સત્યના ઉપાસક પોતે કલ્પેલા દેશ હિતને સારૂ પણ અસત્ય નહી બોલે. કે નહીં આચરે. સત્યને અર્થે તે પ્રહલાદની જેમ માતા પિતા કે વડિલોની આજ્ઞાાની પણ વિવેકપૂર્વક ભંગ કરવામાં ધર્મ સમજે.''

ગાંધીજીનું જીવન નિરાળું ગણી શકાય કે એક સામાન્ય માણસમાંથી મહાત્માં થયા. વિશ્વવિભૂતિ થયા. ગાંધીજીના જન્મ વખતે ન તો કોઈ વિશિષ્ટ સંજોગો હતાં. કે ન કોઈ અસામાન્ય બનાવ હતો. બાલ્યાવસ્થાથી અંત સુધી એમનું ઈશ્વરમય જીવન, સત્યનું શોધન કરનારનું પુરુષાર્થ વડે ઉચે ચડેલું જીવન કોઈ પણ માણસ સંકલ્પ બળથી બનાવી શકે છે. ગાંધીજીનું સહસ્ત્રાબ્દિના પ્રારંભે આજે પણ અનુંકરણિય છે. મહાત્માના ઘડતરમાં સૌરાષ્ટ્ર કચ્છનું વિશેષ મહત્વ છે. બદલાતા સમયમાં વિસરાતા જતા ભવ્ય ઈતિહાસને વિવિધ તબક્કાથી શબ્દ દેહ અપાવવો જોઈએ જેમાં માનવથી મહામાનવ સુધીની એમની યાત્રા કઇ રીતે આકાર લીધી એ જાણી શકાય છે. જગતને સત્યાગ્રહના પાઠ શીખવનાર વડવાવોમાં એમનો સત્યનો આગ્રહ હતો. ત્યારે મોહનદાસના દાદાઓમાં ગાંધી કુતિયાણાથી પોરબંદર આવ્યા.

ગાંધીજીના માતા પુતળીબાઈ ધર્મની મૂર્તિ હતાં. ગાંધીજી પર માતાના ભક્તિભાવે શ્રધ્ધા, નમ્રતા, જાત મહેનત જેવા પરાયણતાના ગુણોની ગાઢ અસર થઈ. ગાંધીજી ઉપર માતાના ભક્તિભાવ અને શ્રધ્ધાની અસર થઈ. કબા ગાંધીના ચોથા પત્નિના પુતળીબાનાં ત્રણ દિકરા લક્ષ્મીદાસ, કરશનદાસ અને મોહનદાસ અને એ પુત્રી ગોકળીબહેન ઉર્ફે રળિયાત બહેનમાં ગાંધીજી સૌથી નાના હતાં. પોરબંદરમાં વિશ્વ વિખ્યાત સ્થળે સંવત ૧૯૨૫ ના ભાદરવા માંસમાં ઓકટોબર બીજી તારીખે ગાંધીજીનો જન્મ થયો. મોહન સૌથી નાનો એટલે ખૂબ જ લાડકવાયો. કબા ગાંધી મોટા દિવાન ૬-૭ વરસ મોહનને અંધારાનો ડર લાગે ભૂત પ્રેતની બિક લાગે. કબાએ કહ્યું કે રામનું નામ લો એટલે બીક નાસી જાય. મારા મોનિયા. ૬ઠ્ઠે વરસે ગાંધીજી સોનેરી ટોપી સાથે નિશાળે ભણવા બેઠો. રાજકોટમાં શાળા નં. ૧થી ઓળખાતી નિશાળમાં ૭ વરસની ઉંમરે દાખલ થયા.

પરિક્ષામાં ચોરી કરવા કરતા નાપાસ થવું વધું બહેતર છે. એમને ૫માં અને ૬ઠ્ઠા ધોરણમાં ૪ રૂપિયા અને ૧૦ રૂપિયાની શિષ્ય વૃત્તિ મળી હતી. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં બત્રીસ વિદ્યાર્થીઓમાંથી ૧૦ પાસ થયા જેમાં મોહનદાસને ૬૨૫ માંથી ૨૪૮ ગુણ મળ્યા હતાં. આમ તેઓ ૫માં નંબરે પાસ થયા. યુનિવર્સિટીમાં ૪૦૪ ગુણ મળ્યા મેટ્રિક પછી તેઓ ભાવનગરની સામળદાસ કોલેજમાં દાખલ થયા. જયાં પરીક્ષક તરીકે ચીમનલાલ સેતલવડ હતાં. એક વખત રાજકોટ રજાગાળવા આવેલા મોહનદાસ અને વડીલો સમક્ષ સ્વજન જેવા માવજીભાઈ દવેએ મોહનદાસને વિલાયત મોકલવાનો પ્રસ્તાવ મૂકયો. મતમતાંન્તર વચ્ચે આખરે જૈનમુનિ સમક્ષ પ્રસ્તાવ સ્વીકારાયો. હાઈસ્કૂલમાં ૪ થી જુલાઈ ૧૮૮૮ના વિદ્યાર્થીઓએ એમને વિદાયમાન આપ્યું.

રાજકોટ જંકશનથી એમણે મુંબઈની વાટ પકડી. જો કે સ્ટીમ્બરમાં પ્રવાસ કરવા બદલ વણિક જ્ઞાાતિએ એમને નાતબહાર મૂકી દીધા હતાં. ૧૮૯૧માં મે માસમાં બેરિસ્ટર તરીકે લંડનની કોર્ટમાં નામ નોંધાવી મુંબઈની ગાદી ઉપર જહાજમાંથી ઉતર્યા ત્યારે લંડનથી મુંબઈ વચ્ચે જોયેલું તોફાન હજી ભૂલાયું નથી. આગમન વખતે એમના માતાના નિધનના સમાચારથી દુઃખની લાગણી થઈ. બેરિસ્ટર બનીને તેઓ રાજકોટ આવ્યા. એમનાં ભાઈએ અનેક મનોરથ ઘડી રાખ્યા હતાં. એમને એમ હતું કે તેઓ રાજકોટના દિવાન બનશે અથવા બેરિસ્ટરી કરશે. બેરિસ્ટરનો માભો પડશે. એવી માન્યતા હતી. ફોરેન રિટર્નનું બિરૂદ લાગી ગયું. એમની પાસે અનુભવનો અભાવ હતો. મુંબઈ હાઈકોર્ટના અનુભવ માટે એ મુંબઈ ગયા. મુંબઈ એ વખતે દલાલો કેસ લાવી દેતા. એમણે ૩૦ રૂપિયા દલાલી દીધી. અને પ્રથમ કેસ મેળવ્યો પ્રથમવખત કોર્ટમાં હાજર થયા ત્યારે એમના પગ ધૂ્રજવા લાગ્યા. એમને શરમ આવી. અને નાસીપાસ થઈને તેઓ પાછા આવ્યા. અંગ્રેજી અને ફ્રેંચ ઉપર એમને પ્રભુત્વ હતું. રાજકોટમાં પોલીટીકલ એજન્ટને મળ્યા. તેઓ ગોરા હતાં. એમના મોટાભાઈએ ભલામણ કરી. અને નક્કી કર્યું કે કદી કોઈની ભલામણ કરવી નહીં. દેશી રજવાડાઓની ખટપટ અને ગુલામગીરીથી તેઓ ભારે વ્યથિત હતાં.

તિબેટના આદરર્ણીય નેતા દલાઈલામાં માને છે કે ગાંધીજી અહિંસા અને કરૂણાના પ્રતિક છે. એમણે પોતાની જીવન શૈલી દ્વારા અહિંસા કરૂણા બંને સિધ્ધાંતોના દ્રષ્ટાંત પ્રસ્તુત કર્યા છે. હું તેમને મારા ગુરુ અને મારી જાતને એમનો નાનકડો અનુયાયી માનું છું. બાળપણમાં અમે ભારતના મહાત્માં અંગે સાંભળતા હતાં. પેટાલા પેલેસમાં નિવાસ દરમ્યાન એક વખત હું સ્વપ્નમાં હસતા મહાત્માં ગાંધીને હું મળ્યો હતો. જયારે હું દિલ્હી આવ્યો જો રાજઘાટ ઉપર ગયો જયાં મહાત્મા ગાંધીના અંતિમ સંસ્કાર કરાયા હતાં. તેમને વ્યક્તિગત રીતે ન મળી શકવાનો ખૂબ અફસોસ થયો. ૧૯૮૯માં ઓસલોમાં નોબેલ શાંતિ પુરસ્કાર સ્વીકારતા મેં ગાંધીજીને શ્રધ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, ગાંધી ૨૦મી સદીની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ હતાં. કેટલાકને લાગ્યું હશે કે ગાંધીની અહિંસા નબળાઈની નિશાની હતી. પરંતુ કપરા સંજોગોમાં અહિંસા એક તાકાત છે. 

ગાંધીજી એક વખત મુસોલીનીને મળવા ઈટાલી ગયા. ત્યાં એમણે એ સરમુખ્યત્યાર સાથે લાંબી વાત કરી. એમણે એક સિરિયલ નં. ૬૦, ૪૮, ૨૪, નંબરની પિસ્તોલનો ઓર્ડર આપ્યો આ પિસ્તોલ દિલ્હી આવી. લાકડાના કલાત્મક બોકસમાં એ મૂકેલી હતી. ગાંધીજી અહિંસાના પૂજારી હતાં. આજ પિસ્તોલથી ૩૦ જાન્યુઆરીના રોજ ૧૯૪૮ એમની ગોડસે દ્વારા હત્યા થઈ.

મન, બુધ્ધિ અને ચિત, અને અહંકાર એ ચાર ઘાટ પર મહાત્માં બનવાની પ્રક્રિયા શરૂ થઈ. એનો પ્રત્યેક સંકલ્પ ખુદ માટે નહી પણ ખુદા માટે થયો. બધાના શુભ માટે થયો. બીજે ઘાત બુધ્ધિનો શરૂઆતમાં બાપું વિચારતા કે આમ કરૂં કે આમ કરૂં? બહુ ડામાડોળ રહ્યા અને પછી ધીરે ધીરે  ભટકતી બુધ્ધિ સ્થિર થઈ ગઈ. બાપુના ઘણા બૌધ્ધિક નિર્ણયો બીજા નેતાઓને પસંદ પડતા નહીં નહેરૂ છેલ્લે સુધી કહેતા કે હું અહીંંસાના મતમાં નથી. સુભાષ અને ગાંધીબાપુ એક વાર કલકત્તા ગયા અને ટ્રેનમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે લોકો એ ગાંધીની જય બોલાવી પણ શુભાષની જય કોઈએ ન  બોલાવી. બાપુએ ઉપવાસ કર્યા ત્યારે લોકોએ વિચાર્યું કે બાપુ અને સુભાષને બનતું નથી. બાપુએ કહ્યું કે સુભાષની 

વીરતા અને શૌર્ય માટે મને માન છે. લોકો તો ખુસામત ખોર હોય છે. ગાંધીજી  એ વખતે નારાજ થયા હતાં. બુધ્ધિનો સ્વચ્છતા અભિયાન ત્રણ પ્રકારે ચાલવો જોઈએ. યજ્ઞા, દાન, અને તપ, યજ્ઞા મનનો મહિમા છે. બાપુ યજ્ઞા, દાન અને તપથી બુધ્ધિ સ્વચ્છ કરતા હતાં.

ગાંધીજીની સાચી ખૂબી કઈ? તેઓ ધારત તો વડાપ્રધાન બની શકત પણ તેઓ બન્યા નહીં. ભારતીય સંસ્કૃતિના તેઓ વિવેક પુરુષ હતાં. તેમના કલકત્તાના ઉપવાસમાં અદભૂત શક્તિ હતી. આ માણસ ભારતના સદવિવેક બુધ્ધિનું પ્રતિક હતાં. આ લેખકને ગાંધીને ન મળવાનો સખત અફસોસ છે. ગાંધીજી તરફ હું સખત માન ધરાવું છું. હું એમને પ્રત્યે શ્રધ્ધા પણ ધરાવું છું.

    Sports

    RECENT NEWS