WCL 2025માં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ સ્ટ્રીમિંગ
World Championship Of Legends: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025ની શરૂઆત 18 જુલાઈના રોજ શુક્રવારથી થવા જઈ રહી છે. ચાહકો દિગ્ગજો વચ્ચેની આ ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. યુવરાજ સિંહના નેતૃત્વ હેઠળની ઈન્ડિયા ચેમ્પિયન્સની પહેલી મેચ શાહિદ આફ્રિદીના નેતૃત્વ હેઠળ પાકિસ્તાન ચેમ્પિયન્સ સાથે થશે. જાણો ભારતીય સમય મુજબ આ મેચ ક્યારે રમાશે અને તેનું લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ...
ઈન્ડિયા ચેમ્પિયન્સની પહેલી મેચ પાકિસ્તાન સાથે થશે, આ ટુર્નામેન્ટની ચોથી મેચ હશે. શિખર ધવન, સુરેશ રૈના, હરભજન સિંહ જેવા દિગ્ગજ સ્ટાર ખેલાડીઓને ફરી પીચ પર રમતા જોઈ શકાશે. યુવરાજ સિંહ એન્ડ ટીમનો આ પહેલો મુકાબલો હશે પરંતુ આ પાકિસ્તાનનો બીજો મુકાબલો હશે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો પહેલો મુકાબલો આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે.
ટુર્નામેન્ટમાં કુલ છ ટીમ રમશે
ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમ રમી રહી છે. દરેક ટીમમાં દિગ્ગજ ખેલાડી સામેલ છે. ઈંગ્લેન્ડમાં રવિ બોપારા, લિયામ પ્લેન્કેટ, એલિસ્ટર કુક, ઈયાન બેલ જેવા દિગ્ગજ ખેલાડી, જ્યારે ઓસ્ટ્રેલિયામાં બ્રેટલી, ક્રિસ લિન, બેન કટિંગ, આરોન ફિંચ જેવા સ્ટાર ખેલાડી સામેલ છે. સાઉથ આફ્રિકામાં એબી ડેવિલિયર્સ, હાશિમ આમલા, જેપી ડુમિની, ઈમરાન તાહિર, એલ્બી મોર્કલ અને પાકિસ્તામાં શાહિદ અફ્રિદી, અબ્દુલ રજાક, સોહેલ તનવીર, શોએબ મલિક જેવા દિગ્ગજ ખેલાડી સામેલ છે.
ભારતનો મુકાબલો રવિવારે
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે રમાશે. જે 20 જુલાઈના રોજ રવિવારે રમાશે. ઈન્ડિયા ચેમ્પિયન ટીમમાં શિખર ધવન, સુરેશ રૈના, યુવરાજસિંહ (કેપ્ટન), ગુરકીરત સિંહ, ઈરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની, યુસુફ પઠાણ, અંબાતી રાયડૂ (વિકેટ કીપર), રોબિન ઉથપ્પા (વિકેટ કીપર), અભિમન્યુ મિથુન, હરભજન સિંહ, પવન નેગી, પિયુષ ચાવલા, સિદ્ધાર્થ કૉલ, વરૂણ, આરોન, વિનય કુમાર સામેલ છે. જ્યારે પાકિસ્તાન ચેમ્પિયન ટીમમાં શરજીલ ખાન, કામરાન અકમલ, યુનુસ ખાન, મિસ્બાહ-ઉલ-હક. સરફરાજ અહમદ (વિકેટ કીપર), શોએબ મલિક, શાહિદ અફ્રિદી (કેપ્ટન), અબ્દુલ રજાક, વહાબ રિયાજ, સઈદ અજમલ, સોહેલ તનવીર, સોહેલ ખાન, આસિફ અલી, સોહેબ મકસૂદ, આમિર યામીન.
આ પણ વાંચોઃ આ ખેલાડીને ભારતીય ટીમમાંથી કાઢી મૂકવા ગિલ અને ગંભીરને અપીલ, રન ન બનાવતો હોવાની ફરિયાદ
શેના પર જોઈ શકાશે મેચ
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. આ સિવાય ફેનકોડ એપ પર પણ લાઈવ સ્ટ્રિમિંગ થશે. રવિવારે સાંજે 4.30 વાગ્યે મેચ શરૂ થશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ટીમો અને કેપ્ટન
- ભારત- યુવરાજ સિંહ
- પાકિસ્તાન- શાહિદ આફ્રિદી
- દક્ષિણ આફ્રિકા- એબી ડી વિલિયર્સ
- વેસ્ટ ઇન્ડીઝ- ક્રિસ ગેલ
- ઇંગ્લેન્ડ- ઇયોન મોર્ગન
- ઓસ્ટ્રેલિયા- બ્રેટ લી