For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેસ્ટઇન્ડિઝ 405 રનમાં ઓલઆઉટ, બાંગ્લાદેશના 4 વિકેટે 105 રન

બોનરના 90, ડી સિલ્વાના 92, જોસેફના 82 રન

અબુઝાયેદ અને તંજુલ ઇસ્લામે 4-4 વિકેટ ઝડપીઃ વિન્ડીઝના ગેબ્રિયલની 2 વિકેટ

Updated: Feb 12th, 2021

Article Content Image

ઢાકા, 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

બાંગ્લાદેશ સામની બીજી ટેસ્ટમાં વિન્ડીઝે બીજા દિવસના અંતે પ્રભુત્વ જમાવ્યું છે. વિન્ડીઝના ૪૦૫ રનના જવાબમાં બાંગ્લાદેશે બીજા દિવસની રમતના અંતે ૪ વિકેટે ૧૦૫ રન કર્યા હતા. રહીમ ૨૭ અને મોહમ્મદ મિથુન ૬ રને રમતમાં હતા.

આ પહેલા વિન્ડીઝે ગઈકાલના ૫ વિકેટે ૨૨૩ રનથી આગળ રમવાનો પ્રારંભ કર્યા બાદ બોનર, ડી સિલ્વા તથા જોસેફની અડધી સદીની મદદથી ૪૦૫ રનનો સ્કોર ખડક્યો હતો. તેમા પણ બોનર અને ડી સિલ્વા તેમની સદી પૂરી કરી શકવામાં નિષ્ફળ ગયા હતા. બાંગ્લાદેશ તરફથી અબુ ઝાયેદ અને તંજુલ ઇસ્લામે ચાર-ચાર વિકેટ ઝડપી હતી. 

વિન્ડીઝના આ સ્કોર સામે બાંગ્લાદેશનો પ્રારંભ નબળો રહ્યો હતો. તેણે ૭૧ રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી છે અને તેના પર ફોલોઓનનો ભય છે.  

વેસ્ટઇન્ડિઝ પ્રથમ ઇનિંગ્સ

રન બોલ 4 6

બ્રેથવ્હાઇટ કો. એન હુસૈન બો. સરકાર ૪૭ ૧૨૨

કેમ્પબેલ લેગબિફોર બો. ઇસ્લામ ૩૬ ૬૮

મોસલી બો. ઝાયેદ ૦૭ ૩૮

બોનર કો. મિથુન બો. મિરાઝ ૯૦ ૨૦૯

માયર્સ કો. સરકાર બો. ઝાયેદ ૦૫ ૨૯

બ્લેકવૂડ કો. એન્ડ બો. ઇસ્લામ ૨૮ ૭૭ ૦૫

ડી સિલ્વા બો. ઇસ્લામ ૯૨ ૧૮૭ ૧૦

જોસેફ કો.દાસ બો. ઝાયેદ ૮૨ ૧૦૮

કોર્નવોલ અણનમ ૦૪ ૧૬

વોરિકેન કો. દાસ બો. ઝાયેદ ૦૨ ૦૨

ગેબ્રિયલ રહીમ બો. ઇસ્લામ ૦૮ ૧૧

વધારાના બાય-૪, લેગબાય-૨, નોબોલ-૨ ૦૮

કુલ ૧૪૨.૨ ઓવરમાં ઓલઆઉટ ૪૦૯

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૬૬, ૨-૮૭, ૩-૧૦૪, ૪-૧૧૬, ૫-૧૭૮, ૬-૨૬૬, ૭-૩૮૪, ૮-૩૯૬, ૯-૩૯૮, ૧૦-૪૦૯

બોલિંગઃ ઝાયેદ ૨૮-૬-૯૮-૪, મિરાઝ ૩૩-૯-૭૫-૧, હસન ૨૪-૩-૭૪-૦, ઇસ્લામ ૪૬.૨-૮-૧૦૮-૪, સરકાર ૧૧-૧-૪૮-૧. 

બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ્સ

રન બોલ 4 6

ઇકબાલ કો. મોસલી બો. જોસેફ ૪૪ ૫૨

સરકાર કો. માયર્સ બો. ગેબ્રિયલ ૦૦ ૦૪

હુસૈન શન્ટો કો. બોનર બો. ગેબ્રિયલ ૦૪ ૦૨

હક્ક કો. ડી સિલ્વા બો. કોર્નવોલ ૨૧ ૩૯

રહીમ અણનમ ૨૭ ૬૧

મિથુન અણનમ ૦૬ ૬૧

વધારાના બાય-૩ ૦૩

કુલ ૩૬ ઓવરમાં ૪ વિકેટે ૧૦૪

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૧, ૨-૧૧, ૩-૬૯, ૪-૭૧

બોલિંગઃ ગેબ્રિયેલ ૮-૨-૩૧-૨, કોર્નવોલ ૧૧-૪-૧૮-૧, જોસેફ ૮-૧-૩૪-૧, માયર્સ ૫-૧-૧૨-૦, વોરિકેન ૪-૧-૧૦-૦.


Gujarat