For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે વિન્ડીઝના 5 વિકેટે 223 રન

બોનરના અણનમ 74 રન અને પ્રથમ ટેસ્ટમાં બેવડી ફટકારનાર માયર્સ ફક્ત પાંચ રને આઉટ

અબુ ઝાયેદ અને તંજુલ ઇસ્લામે બે-બે વિકેટ ઝડપી

Updated: Feb 11th, 2021


Article Content Image

ઢાકા, 11 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે વેસ્ટઇન્ડિઝે પાંચ વિકેટે ૨૨૩ રન નોંધાવ્યા હતા. પ્રથમ દિવસની રમતના અંતે બોનર ૭૪ અને ડી સિલ્વા ૨૨ રને રમતમાં હતા. જ્યારે પહેલી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર માયર્સ ફક્ત પાંચ રન કરી આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી અબુ ઝાયેદ અને તંજુલ ઇસ્લામે બે-બે અને સૌમ્ય સરકારે એક વિકેટ ઝડપી હતી. 

વિન્ડીઝે ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધા પછી ઓપનર બ્રેથવ્હાઇટ અને કેમ્પબેલે પહેલી વિકેટની ૬૬ રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારી ઇનિંગ્સને મજબૂત અપાવે તેમ લાગતું હતું ત્યારે જ કેમ્પબેલને ઇસ્લામે લેગબિફોર કર્યો હતો. તેના પછી વિન્ડીઝે ૧૧૬ રન સુધીમાં ચાર વિકેટ ગુમાવી હતી, પરંતુ પછી બોનરે બાજી સંભાળતા વિન્ડીઝને પ્રથમ દિવસે ધબડકામાંથી બચાવ્યું હતું. 

વેસ્ટઇન્ડિઝ પ્રથમ ઇનિંગ્સ

રન બોલ 4 6

બ્રેથવ્હાઇટ કો. એન હુસૈન બો. સરકાર ૪૭ ૧૨૨

કેમ્પબેલ લેગબિફોર બો. ઇસ્લામ ૩૬ ૬૮ મોસલી બો. ઝાયેદ ૦૭ ૩૮

બોનર અણનમ ૭૪ ૧૭૩

માયર્સ કો. સરકાર બો. ઝાયેદ ૦૫ ૨૯

બ્લેકવૂડ કો. એન્ડ બો. ઇસ્લામ ૨૮ ૭૭ ૦૫

ડી સિલ્વા અણનમ ૨૨

વધારાના લેગબાય-૨, નોબોલ-૨ ૦૪

કુલ ૯૦ ઓવરમાં ૫ વિકેટે ૨૨૩

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૬૬, ૨-૮૭, ૩-૧૦૪, ૪-૧૧૬, ૫-૧૭૮

બોલિંગઃ ઝાયેદ ૧૮-૫-૪૬-૨, મિરાઝ ૨૨-૫-૩૯-૦, હસન ૧૨-૧-૪૨-૦, ઇસ્લામ ૩૦-૫-૬૪-૨, સરકાર ૮-૧-૩૦-૧.


Gujarat