For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત અને સાઉથ આફ્રિકા આઇસીસી અંડર-૧૯ વર્લ્ડ કપમાં એક જ ગ્રૂપમાં

- ન્યુઝીલેન્ડ ક્વોરન્ટાઈનના નિયમોને કારણે ખસી ગયું

- ૧૬ ટીમો વચ્ચે કુલ ૪૮ મુકાબલા ખેલાશે : પાંચમી ફેબુ્રઆરીએ ફાઈનલ

Updated: Nov 18th, 2021

Article Content Imageજમૈકા, તા.૧૮

આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા અંડર-૧૯ વર્લ્ડ કપના ગ્રૂપ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભારતને ગ્રૂપ-બીમાં સાઉથ આફ્રિકા તેમજ યુગાન્ડા અને આયરલેન્ડની સાથે સ્થાન મળ્યું છે. તારીખ ૧૪મી જાન્યુઆરીથી શરૃ થનારા અંડર-૧૯ વર્લ્ડ કપની મેચો વેસ્ટ ઈન્ડિઝમાં ચાર જુદા-જુદા દેશોમાં રમાશે. નોધપાત્ર છે કે, ગત અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઈનલમાં બાંગ્લાદેશની ટીમ ભારતને ડકવર્થ લુઈસની મદદથી ત્રણ વિકેટથી હરાવીને વિજેતા બની હતી.

વિશ્વની ૧૬ ટીમો વચ્ચે કુલ ૪૮ મુકાબલા ખેલાશે. જ્યારે ફાઈનલ પાંચમી ફેબુ્રઆરીએ રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશને ગ્રૂપ-એમાં ઈંગ્લેન્ડ, કેનેડા અને સંયુક્ત આરબ અમીરાતની સાથે સ્થાન મળ્યું છે. જ્યારે ગ્રૂપ-સીમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે તેમજ પાપુઆ ન્યુ ગિની છે.

સૌથી સ્પર્ધાત્મક કહી શકાય તેવું ગ્રૂપ- ડી છે. જેમાં વિન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની સાથે શ્રીલંકા અને સ્કોટલેન્ડ છે. ન્યુઝીલેન્ડે બાળકો અને કિશોરો માટેના કડક ક્વોરન્ટાઈન નિયમોને કારણે અંડર-૧૯ વર્લ્ડ કપમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. ન્યુઝીલેન્ડના સ્થાને સ્કોટલેન્ડને સમાવવામાં આવ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપ રમીને સ્વદેશ પાછી ફરે ત્યારે તેમને લાંબા સમય સુધી ક્વોરન્ટાઈન રહેવું પડે તેમ છે. જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. અગાઉ ભારતમાં યોજાનારા જુનિયર વર્લ્ડ કપમાંથી પણ ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ આ જ કારણોસર ખસી ગયા હતા.

ગ્રૂપ-એ ઃ બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, કેનેડા અને યુએઈ

ગ્રૂપ-બી ઃ ભારત, સાઉથ આફ્રિકા, યુગાન્ડા, આયરલેન્ડ, 

ગ્રૂપ-સી ઃ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે, પાપુઆ ન્યુ ગિની

ગ્રૂપ-ડી ઃ વિન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને સ્કોટલેન્ડ

Gujarat