For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Tokyo olympics : ભારતીય પુરૂષ હોકી ટીમ 49 વર્ષ બાદ સેમીફાઇનલમાં પહોંચી, બ્રિટનને 3-1થી ધોઈ નાખ્યું

Updated: Aug 1st, 2021

Article Content Imageટોક્યો, 1 ઓગસ્ટ 2021 રવિવાર

ભારતે પુરૂષ હોકીની સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. ભારતની હોકી ટીમ 49 વર્ષ બાદ સેમીફાઇનલમાં પહોંચી છે. ભારત અગાઉ 1972 માં ઓલિમ્પિકમાં સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. ભારત માટે દિલપ્રીત સિંહે 7 મી મિનિટે, ગુરજંત સિંહે 16 મી મિનિટે અને હાર્દિક સિંહે 57 મી મિનિટે ગોલ કર્યો હતો.

ભારતીય પુરૂષ હોકી ટીમ 8 વખત ઓલિમ્પિક જીતી ચૂકી છે. ગ્રેટ બ્રિટન માટે  એકમાત્ર સેમ વોર્ડે 45 મી મિનિટમાં ગોલ કર્યો હતો. ભારતે છેલ્લી વખત 1980 ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે છેલ્લે 1972 ની મ્યુનિચ ગેમ્સમાં ઓલિમ્પિકની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેઓ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 0-2થી હારી ગયા હતા.

વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત અને બેલ્જિયમ વચ્ચે મંગળવારે સેમીફાઇનલ રમાશે. મેન્સ હોકી ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે રમાશે.

Gujarat