For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ બોમ્બ બ્લાસ્ટમાં માંડ માંડ બચ્યા, મેચ રોકવી પડી

પાકિસ્તાનના ઘણા સ્ટાર ખેલાડીઓને સાવધાનીના ભાગરૂપે ડ્રેસિંગ રૂમમાં ખસેડવામાં આવ્યા

આ મેચમાં બાબર આઝમ, સરફરાઝ અહેમદ, શાહિદ આફ્રિદી અને નસીમ શાહ જેવા ખેલાડીઓએ ભાગ લીધો

Updated: Feb 6th, 2023

Article Content Image

Image: Twitter



પાકિસ્તાન સુપર લીગની એક મેચમાં સ્ટેડિયમમાંથી ભયાનક બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. આ બ્લાસ્ટને કારણે મેચમાં રમી રહેલા પાકિસ્તાનના ઘણા સ્ટાર ખેલાડીઓને સાવધાનીના ભાગરૂપે ડ્રેસિંગ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. આ મેચમાં બાબર આઝમ, સરફરાઝ અહેમદ, શાહિદ આફ્રિદી અને નસીમ શાહ જેવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. પીએસએલની આ પ્રદર્શની મેચ ક્વેટા ગ્લેડીયેટર્સ અને પેશાવર જાલ્મી વચ્ચે રમાઈ હતી.

જોકે આ વિસ્ફોટમાં કોઈપણ ક્રિકેટરના જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ જાણવા મળી રહ્યું છે કે, આ વિસ્ફોટમાં પાંચ સામાન્ય લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનએ હુમલાની જવાબદારી લીધી છે.

પરિસ્થિતિ શાંત થતા ફરી મેચ રમાઈ
બોમ્બ બ્લાસ્ટ બાદ ક્વેટા ગ્લેડીયેટર્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચે રમાઈ રહેલી મેચ રોકી દેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, વાતાવરણ શાંત થયા બાદ મેચ ફરી શરૂ કરવામાં આવી હતી. પીએસએલની આ પ્રદર્શન મેચ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. 

 સુરક્ષાને ધ્યાને રાખી પાકિસ્તાનમાં મોટી ટૂર્નામેન્ટનું આયોજન થતું નથી 
છેલ્લા બે દાયકાથી પાકિસ્તાનમાં કોઈ મોટી બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ સુરક્ષા છે. જોકે, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ જેવી કેટલીક મોટી ટીમો પાકિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે ચોક્કસપણે આવી છે, પરંતુ આ વર્ષે યોજાનાર એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાઈ જાય તેવું લાગી રહ્યું છે, જેનું મુખ્ય ત્યાનું અસુરક્ષિત વાતાવરણ છે.

Gujarat