For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરને અયોધ્યા આવી રામલલાના દર્શન કરવા છે

૦૦૦ થી ૨૦૧૦ સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમ વતી રમતો હતો.

હિંદુ હોવાના નાતે પોતાને પ્રખર રામભકત પણ ગણાવે છે

Updated: Aug 10th, 2020

Article Content Image

નવી દિલ્હી,૧૦, ઓગસ્ટ,૨૦૨૦,સોમવાર 

મને જો તક મળશે તો અવશ્ય અયોધ્યા જઇશ અને રામ લલાના દર્શન પણ કરીશ. આ વાત પાકિસ્તાનની ક્રિકેટ ટીમના એક પૂર્વ ખેલાડીએ કરી છે, નામ છે તેનું દાનિશ કનેરીયા જે એક સમયે પાકિસ્તાન વતી આંતર રાષ્ટ્રીય ક્રિકેટ રમનારો આજે પણ એક માત્ર હિંદુ ખેલાડી છે. દાનિશે પાકિસ્તાન વતી ૬૧ ટેસ્ટ અણે ૧૮ વન ડે મેચ રમી હતી. આ સ્પીન બોલરે ટેસ્ટમાં ૨૬૧ અને વનડે માં ૧૫ વિકેટ લીધી હતી. દાનિશ પ્રભાશંકર કનેરિયાએ ૨૧ નવેમ્બર વર્ષ ૨૦૦૦માં ઇગ્લેન્ડ સામની ટેસ્ટ મેચથી ક્રિકેટ કારર્કિદીની શરુઆત કરી હતી. જયારે ૩૦ જાન્યુઆરી ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો હતો. દાનિશની વચ્ચે બ્રેક અને ડ્રોપ સાથે કુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિદી ૧૦ વર્ષ જેટલી ચાલી હતી. આ લેગ સ્પીનરે કટોકટી સમયે પાકિસ્તાનને અનેક વાર ઉગાર્યુ હતું.

Article Content Image

દાનિશે એક ભારતીય ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં  હિંદુ હોવાના નાતે પોતાને ભગવાન રામનો ભકત ગણાવ્યો હતો. દાનિશ જયારે પાકિસ્તાન વતી ક્રિકેટ રમતો હતો ત્યારે તેને હિંદુ હોવાથી અન્ય ખેલાડીઓ દ્વારા થતા ભેદભાવનો ભોગ બનવું પડયું હતું,  ડિસેમ્બર ૨૦૧૬માં પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પણ આ વાતનો ખુલાસો કરતા પાક ક્રિકેટમાં ખૂબ વિવાદ થયો હતો. જો કે શોએબ અખ્તરે દાનિશ સાથે ગેર વર્તન અને ભેદભાવ કરનારા ખેલાડીઓના નામ આપ્યા ન હતા. દાનિશ પણ એક વીડિયોમાં પોતાની સાથે ગેરવર્તન થતું હોવાની વાત પર ધ્યાન આપીને ક્રિકેટમાં માત્ર મહેનત કરતા રહયો હોવાની કબૂલાત કરી હતી. તેણે કોઇ પણ પોતાની કારર્કિદી બચાવીને તેના વિકલ્પને નહી આવવા દેવા પર ધ્યાન આપ્યું હતું. 

વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર વધી રહયા છે, સિંધમાં હિંદુ છોકરીઓને ભગાડીને તેનું બળજબરીથી ધર્મ પરીવર્તન કરવાની પ્રવૃતિ વધી ગઇ છે ત્યારે પાકિસ્તાનમાં રહેતા એક પૂર્વ હિંદુ ક્રિકેટર દ્વારા અયોધ્યામાં રામલલાના દર્શન કરવાની વાત કરવાનું સાહસ કર્યુ છે એટલું જ નહી તેણે પોતાને હિંદુ હોવાના નાતે રામભકત પણ ગણાવે છે.


Gujarat