For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તેજસ્વીનનો ઐતિહાસિક બ્રોન્ઝ : ભારતને CWGમાં હાઈ જમ્પ ઇવેન્ટમાં મેડલ

- તેજસ્વીને ૨.૨૨ મીટરનો હાઈ જમ્પ લગાવ્યો

- ભારતના પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ

Updated: Aug 4th, 2022

Article Content Imageબર્મિંગહામ, તા.૪

ભારતીય હાઈ જમ્પર તેજસ્વીન શંકરે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ૨.૨૨ મીટરના હાઈ જમ્પ સાથે બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. આ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સની હાઈ જમ્પની ઈવેન્ટના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મેડલ જીત્યો હતો. તેજસ્વીન તેના વ્યક્તિગત શ્રેષ્ઠ પર્ફોમન્સ ૨.૨૯ મીટરનો હાઈ જમ્પ લગાવી શક્યો હોત તો તે ગોલ્ડ મેડલ જીતી શકે તેમ હતો. જોકે તે ૨.૨૫ મીટરની હાઈટને ક્લિયર કરવામાં સફળ રહ્યો નહતો. આમ છતાં તેણે બ્રોન્ઝમેડલ જીતીને ભારતીય એથ્લેટિક્સના ઈતિહાસમાં નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો હતો.

Article Content Imageન્યુઝીલેન્ડના હામિશ કૅર્રને ૨.૨૫ મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ મળ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર મિચેલ સ્ટાર્કના ભાઈ બ્રેન્ડન સ્ટાર્કને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેજસ્વીને પહેલા જ જમ્પમાં ૨.૨૨ મીટરની હાઈટ ક્લિયર કરી હતી. જોકે ત્યાર બાદ તે બે વખત ૨.૨૫ મીટરની હાઈટ ક્લિયર કરી શક્યો નહતો. નોંધપાત્ર છે કે, ૨૦૧૮ની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં તે છઠ્ઠા સ્થાને રહ્યો હતો.

અલબત્ત, તેણે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં ભારતને એથ્લેટિક્સનો સૌપ્રથમ મેડલ અપાવ્યો હતો. આ સાથે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના મેડલ્સની સંખ્યા ૧૮ પર પહોંચી ગઈ હતી. ભારતે પાંચ ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા.

Article Content Imageવેઈટલિફ્ટિંગમાં ભારતને ૧૦ મેડલ : ગુરદીપે બ્રોન્ઝ જીત્યો

વેઈટલિફ્ટિંગમાં ભારતના મેડલ જીતવાનો સિલસિલો આગળ વધ્યો હતો અને ગુરદીપ સિંઘે પુરુષોની ૧૦૯ કિગ્રાથી વધુ વજન વર્ગની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો. આ સાથે ભારતે વેઈટલિફ્ટિંગમાં કુલ ૧૦મો મેડલ જીત્યો હતો. પાકિસ્તાનના પાકિસ્તાનના મુહમ્મદ બટ્ટે સ્નેચમાં ૧૭૩ કિગ્રા અને ક્લીન-જર્કમાં ૨૩૨ કિગ્રા એણ કુલ ૪૦૫ કિગ્રા વજન સાથે નવો ગેમ્સ રેકોર્ડ સર્જતાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ન્યુઝીલેન્ડના ડેવિડ લિતીને સ્નેચમાં ૧૭૦ અને ક્લિન-જર્કમાં ૨૨૪ એમ કુલ ૩૯૪ કિગ્રા વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ભારતના ગુરદીપે સ્નેચમાં ૧૬૭ અને ક્લિન-જર્કમાં ૨૨૩ એમ કુલ ૩૯૦ કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

Gujarat