For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શ્રીલંકા સામેની શ્રેણી માટે આજે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, જાણો કોને મળશે સ્થાન

વનડે સીરીઝમાં ટીમ ઈંન્ડિયાના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ જશે

Updated: Dec 27th, 2022

Article Content Image

અમદાવાદ, 27 ડિસેમ્બર 2022, મંગળવાર

ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી નવા વર્ષમાં 03 જાન્યુઆરીથી શરૂ થનારી મર્યાદિત ઓવરોની શ્રેણી માટે આજે ભારતીય ટીમની પસંદગી થવાની છે. હાલમાં BCCIએ નવી પસંદગી સમિતિની પસંદગી કરી નથી જેથી જૂની સમિતિ જ આ શ્રેણી માટે ટીમ પસંદ કરી શકે છે. T20 અને ODI શ્રેણી માટે અલગ-અલગ કેપ્ટન પસંદ કરી શકાય છે. ભારતે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છેલ્લી T20 શ્રેણી રમી હતી જેમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું હતું. શ્રીલંકા સામે પણ એવી જ ટીમ પસંદ કરવામાં આવી શકે છે. આ સિરીઝમાં રિષભ પંત અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે. જ્યારે રાહુલ ત્રિપાઠીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

રોહિત શર્મા ટીમ સાથે જોડાશે
વનડે સીરીઝમાં ટીમ ઈંન્ડિયાના રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ જશે અને ટીમનું નેતૃત્વ કરશે. બાંગ્લાદેશ પ્રવાસ પર ODI શ્રેણીના મોટાભાગના ખેલાડીઓને પણ આ શ્રેણીમાં તક મળી શકે છે. કેએલ રાહુલ અને કુલદીપ સેન બાંગ્લાદેશ પ્રવાસની ટીમમાં હતા, પરંતુ તેમને શ્રીલંકા સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવી શકે છે.

બુમરાહ અને જાડેજા વનડે શ્રેણીમાં રીર્ટન થશે
રવિન્દ્ર જાડેજાએ NCAમાં રીર્ટન થઈને પ્રેકટી શરુ કરી છે. IPLના ઓક્શન પહેલા તેની ઈજાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને તે ઝડપથી રીકવર થઈ ગયો છે. જાડેજા સંપુર્ણ ફીટ હશે તો વનડે શ્રેણીમાં રીર્ટન થઈ શકે છે. બીજી બાજુ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઓસ્ટ્રેલિયાની શ્રેણીથી બહાર છે. પીઠની ઈજાને કારણે T20 વર્લ્ડકપમાં નુકસાન થયું હતું. હવે તે ઈજામાંથી બહાર આવી રહ્યો છે અને આગામી વનડે શ્રેણીમાં રીર્ટન થઈ શકે છે. આ બંને ખેલાડી ભારત માટે ખુબ જ ઉપયોગી છે અને આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો તેમની ફીટનેશ ટેસ્ટ પછી જ મોકો આપી શકે છે. 

T20 સંભવીત ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ. સિંઘ અને ઉમરાન મલિક.

ODI સંભવીત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી,રવિન્દ્ર જાડેજા, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન, સંજુ સેમસન,જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, ઉમરાન મલિક અને કુલદીપ યાદવ.

Gujarat