For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટીમ ઈન્ડિયા 30 દિવસમાં 12 T20-ODI રમશે, પંડ્યાની કેપ્ટન્સીમાં પ્રથમ મેચ

Updated: Dec 31st, 2022

Article Content Image

નવી દિલ્હી,તા.31 ડિસેમ્બર 2022,શનિવાર

હાર્દિક પંડ્યા નવા વર્ષ 2023ની શરૂઆત કેપ્ટન તરીકે કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 શ્રેણી IND vs SL,  3 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. આ શ્રેણી માટે પંડ્યાને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી પણ રમાશે. આ પછી ભારતીય ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે T20 અને ODI શ્રેણી રમશે. આ રીતે તેણે 30 દિવસમાં કુલ 12 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. શ્રીલંકા સામેની વનડે સીરીઝની કમાન રોહિત શર્માને મળી છે. તે જ સમયે, રોહિત, વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડ સીરીઝ માટે હજુ ટીમની જાહેરાત કરવામાં આવી નથી. નવી પસંદગી સમિતિ જ આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરશે.

ટીમ ઈન્ડિયાએ 3 જાન્યુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ T20માં શ્રીલંકાનો સામનો કરવાનો છે. બીજી T20 5 જાન્યુઆરીએ પુણેમાં રમાશે જ્યારે છેલ્લી T20 રાજકોટમાં 7 જાન્યુઆરીએ રમાશે. આ પછી ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. પ્રથમ વનડે 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. બીજી વનડે 12 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે જ્યારે ત્રીજી અને અંતિમ વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીથી સિરીઝ શરૂ થઈ રહી છે. પહેલા બંને દેશો વચ્ચે 3 મેચની ODI સિરીઝ રમાશે. પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાવાની છે. બીજી વનડે 21 જાન્યુઆરીએ રાયપુરમાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાવાની છે. T20 સિરીઝની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનૌમાં જ્યારે છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. આ પછી ભારતે 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે.


Gujarat