'હું આગામી વર્લ્ડ કપ પછી નિવૃત્ત થઇ જઈશ', સ્ટાર ખેલાડીની જાહેરાત, ફેન્સ ચોંક્યા

Football Star Player Announcement: ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નિવૃત્તિ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે, 2026નો ફિફા વર્લ્ડ કપ મારો છેલ્લો હશે. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ, મેક્સિકો અને કેનેડામાં યોજાશે. તાજેતરની માહિતી પ્રમાણે પોર્ટુગલ યુરોપિયન ક્વોલિફાઇંગ રાઉન્ડના ગ્રુપ F માં ટોચ પર છે, અને જો તેઓ 13 નવેમ્બરે આયર્લેન્ડને હરાવે તો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થશે.
આ પણ વાંચો : BCCIના કડક નિર્દેશ બાદ રોહિત શર્માએ લીધો તાત્કાલિક નિર્ણય, વિરાટ કોહલીનું મૌન યથાવત્
'મેદાનમાંથી નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય'
રોનાલ્ડોએ જણાવ્યું છે કે, 'જો હું 2026 વર્લ્ડ કપમાં રમે છે, તો તે તેનો છઠ્ઠો વર્લ્ડ કપ હશે.' નોંધનીય છે કે રોનાલ્ડોની કારકિર્દીમાં લગભગ દરેક મુખ્ય ટાઇટલ શામેલ છે, પરંતુ વર્લ્ડ કપ ટ્રોફી અગમ્ય રહી ગઈ છે. તેમણે કહ્યું કે, 'હું હવે 41 વર્ષનો થઈ રહ્યો છું, અને આ મેદાનમાંથી નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય હશે.
'હા, ચોક્કસપણે 2026 વર્લ્ડ કપ મારો છેલ્લો હશે'
રોનાલ્ડોએ સાઉદી અરેબિયામાં એક ફોરમ દરમિયાન વીડિયો લિંક દ્વારા બોલતા કહ્યું કે, 'હા, ચોક્કસપણે 2026 વર્લ્ડ કપ મારો છેલ્લો હશે. હું 41 વર્ષનો થઈશ અને મને લાગે છે કે આ યોગ્ય સમય હશે. અને એક કે બે વર્ષમાં વ્યાવસાયિક ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈશ.
આ પણ વાંચો : ICC ODI Ranking: વિરાટ કોહલીએ લગાવી છલાંગ, તિલકને નુકસાન, ICCની લેટેસ્ટ રેન્કિંગ જાહેર
ઉલ્લેખનીય છે કે, રોનાલ્ડોએ ક્લબ અને આંતરરાષ્ટ્રીય સ્તરે 950 થી વધુ ગોલ કર્યા છે. તેમણે કહ્યું કે 'હું ટૂંક સમયમાં નિવૃત્તિ લઈશ.' ત્યારે તેનો અર્થ થાય છે, તે આગામી એક કે બે વર્ષમાં નિવૃતિ લઈ શકે છે.

