ભારતની ટેસ્ટ ટીમમાં હવે આ ખેલાડી લેશે વિરાટ કોહલીની જગ્યા, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફટકારી છે 15 સદી
Virat Kohli Retirement: ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જે ભારતીય ટીમ માટે આ એક મોટો ઝટકો છે. ત્યારે એક એવો બેટર છે જે ટેસ્ટ ટીમમાં વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે. આ બેટરની બેટિંગ જોઈને વિરોધી ટીમના બોલરો પણ પરસેવા છુટી જાય છે.
આ બેટર યુવરાજ સિંહની જેમ બેટિંગ કરે છે
ભારતીય ટેસ્ટ ટીમમાં વિરાટ કોહલીનું સ્થાન લેવાની ક્ષમતા ધરાવતો આ તેજસ્વી બેટર યુવરાજ સિંહની જેમ બેટિંગ કરે છે. આ બેટર બીજું કોઈ નહીં પણ શ્રેયસ ઐયર છે. જે શ્રેયસ ઐયર પાસે ઝડપી બોલરો અને સ્પિનરોનો સામનો કરવાની અદ્ભુત ટેકનિક છે.
શ્રેયસ ઐયર ભારતની ટેસ્ટ ટીમમાં આવી શકે છે અને મિડલ ઓર્ડરમાં એક્સ-ફેક્ટરની જગ્યા ભરી શકે છે. શ્રેયસ ઐયર ટેસ્ટ ક્રિકેટમાં બેવડી અને ત્રેવડી સદી ફટકારવાની ક્ષમતા ધરાવે છે. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અદ્ભુત રેકોર્ડ છે. શ્રેયસ ઐયરે 81 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 6363 રન બનાવ્યા છે. શ્રેયસ ઐયરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15 સદી અને 33 અડધી સદી ફટકારી છે અને શ્રેષ્ઠ સ્કોર 233 રન છે. શ્રેયસ ઐયર મેદાનમાં ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરીને રન બનાવવામાં નિષ્ણાત છે.
આ પણ વાચો: કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ કરી આપી માહિતી
શ્રેયસ ઐયર પાસે ઈનિંગ્સ સંભાળવાની અને મેચ જીતવાની બેવડી ક્ષમતા છે. છેલ્લા કેટલાક સમયમાં, શ્રેયસ ઐયરે પોતાની બેટિંગના દમ પર ભારતીય ટીમમાં પોતાનું એક અનોખું સ્થાન બનાવ્યું છે.
કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું
શ્રેયસ ઐયર જેવો પ્રતિભાશાળી બેટર પણ ટેસ્ટ ક્રિકેટમાં મોટી ભાગીદારી બનાવવામાં મદદ કરી શકે છે. શ્રેયસ ઐયરે ભારતીય ટીમ માટે 51 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 30.66ની સરેરાશ અને 136.12ના સ્ટ્રાઈક રેટથી 1104 રન બનાવ્યા છે. શ્રેયસ ઐયરે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 8 અડધી સદી ફટકારી છે. શ્રેયસ ઐયરે 70 ODI મેચોમાં 48.22ની સરેરાશથી 2845 રન બનાવ્યા છે. શ્રેયસ ઐયરે વનડેમાં 5 સદી અને 22 અડધી સદી ફટકારી છે. શ્રેયસ ઐયરે ભારત માટે 14 ટેસ્ટ મેચ રમી છે.