Get The App

અભિષેક શર્માની તોફાની સદી બાદ ઓરેન્જ કેપની રેસ રસપ્રદ બની, કોહલી-રાહુલ પાછળ થયા

Updated: Apr 13th, 2025

GS TEAM

Google News
Google News
અભિષેક શર્માની તોફાની સદી બાદ ઓરેન્જ કેપની રેસ રસપ્રદ બની, કોહલી-રાહુલ પાછળ થયા 1 - image


IPL 2025 Orange Purple Cap Updated List: સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ શનિવારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં શાનદાર સદી ફટકારી છે. IPL 2025ની 27મી મેચમાં અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને 141 રનોની શાનદાર  ઇનિંગ રમી હૈદરાબાદની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 246 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 18.3 ઓવરમાં આઠ વિકેટ રહેતા ચેઝ કરી લીધો હતો. અભિષેક શર્માએ પોતાની આ વિસ્ફોટક ઈનિંગના દમ પર ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ 15 ખેલાડીઓમાં એક ઝટકામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

વિરાટ કોહલી અને કેએલ રાહુલ પાછળ

અભિષેક શર્માએ આ મેચ પહેલા આ સિઝનમાં કંઈ ખાસ પ્રદર્શન નહોતું કર્યું, પરંતુ પંજાબની સામે 141 રનોની શાનદાર ઈનિંગ રમીને તે IPL2025માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની રેસમાં 12માં સ્થાન પર પહોંચી ગયો છે. અભિષેક આ રેસમાં હવે વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓથી આગળ છે.

બીજી તરફ આ જ મેચમાં 82 રનોની વિસ્ફોટક ઈનિંગ રમનાર પંજાબ કિંગ્સના કેપ્ટન્સ શ્રેયસ અય્યર ટોપ-5માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. અય્યરના ખાતામાં હવે પાંચ મેચોમાં 250 રન થઈ ગયા છે.

આ પણ વાંચો: IPL: પંજાબ સામે હૈદરાબાદની 8 વિકેટથી જીત, અભિષેક શર્માએ IPL કરિયરની પહેલી સદી ફટકારી

ઓરેન્જ કેપ હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરન પાસે છે તેણે સૌથી વધુ 349 રન બનાવ્યા છે. આ ઉપરાંત ગુજરાત ટાઈટન્સના સાઈ સુદર્શન 300 રનનો આંકડો પાર કરનાર બીજો બેટ્સમેન છે.

 પર્પલ કેપ 

હવે પર્પલ કેપની વાત કરીએ તો આ સિઝનમાં સૌથી વધુ 12 વિકેટ લઈને ચેન્નઈ સુપર કિંગ્સના નૂર અહમ ટોપ પર છે. જોકે ભારતીય બોલર સતત તેને ટક્કર આપી રહ્યા છે. સાર્દુલ ઠાકુર 11 વિકેટ સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. બીજી તરફ પ્રસિદ્ધ કૃષ્ણા, આર સાઈ કિશોર અને મોહમ્મદ સિરાજ IPL 2025માં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ટોપ-5માં છે.

Tags :