For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને જીતની તલાશ

- રોહિત શર્મા અને હાર્દિક પંડયાના રમવા અંગે સસ્પેન્સ

- સાંજે ૭.૩૦થી મેચ : કોલકાતાને સતત બીજા વિજયની તલાશ

Updated: Sep 22nd, 2021

Article Content Imageઅબુ ધાબી, તા.૨૨

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઇપીએલ-૧૪ની સિઝનના રિસ્ટાર્ટના પ્રથમ મુકાબલાાં જ મળેલી હાર બાદ મુંબઈ ઈન્ડિયન આવતીકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીતની લયની તલાશમાં ઉતરશે. કેપ્ટન રોહિત શર્મા અને હાર્દિક પંડયા પ્રથમ મેચમાં ઈજાના કારણે રમી શક્યા નહતા. તેઓ આવતીકાલે રમવા ઉતરશે કે કેમ તે અંગે સસ્પેન્સ પ્રવર્તી રહ્યું છે. જોકે રોહિત અને હાર્દિક આવતીકાલે પુનરાગમન કરીને બધાને સરપ્રાઈઝ આપી શકે છે. કોલકાતાએ શાનદાર પુનરાગમન કરતાં બેંગ્લોરની સામે ધમાકેદાર જીત હાંસલ કરી હતી. મોર્ગનની આગેવાની હેઠળની ટીમ સતત બીજી જીતની આશા સાથે ઉતરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦થી મેચનો પ્રારંભ થશે. 

અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં આવતીકાલે ખેલાનારા મુકાબલા અગાઉ બંને ટીમોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. અબુ ધાબીના મેદાનમાં પ્રથમ બેટીંગ કરનારી ટીમની જીતની શક્યતા વધી જતી જોવા મળી છે. અહીં રમાયેલી છેલ્લી પાંચેય ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચોમાં પ્રથમ બેટીંગ કરનારી ટીમ વિજેતા બની છે. રોહિત અને હાર્દિકની ફિટનેસ અંગે મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું કે, તેઓ આગામી મેચમાં રમશે કે નહીં તે અંગે હું કંઈ સ્પષ્ટ કહી શકું તેમ નથી. જોકે તેઓ દિન-પ્રતિદિન રિકવર થઈ રહ્યા છે. અગાઉ ચેન્નાઈ સામેની મેચ બાદ મુંબઈના કોચ જયાવર્દનેએ કહ્યું હતું કે, બંને ખેલાડીઓ સિલેક્શન માટે ઉપલબ્ધ હતા, પણ અમે તેમને કેટલાક વધુ દિવસનો આરામ આપવાનો નિર્ણય લીધો હતો.

રોહિત-હાર્દિકની ગેરહાજરીમાં મુંબઈએ જીતવા માટે તેની બેટિંગમાં સુધારો કરવો પડશે. ચેન્નાઈ સામે બોલરોના શાનદાર પ્રભાવ છતાં તેઓ આખરે જીતી શક્યા નહતા. જ્યારે ચેન્નાઈએ ભારે આત્મવિશ્વાસ બતાવતા નાટકિય અંદાજમાં મુંબઈને હરાવ્યું હતુ. બીજી તરફ મોર્ગનની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ કોહલીના બેંગ્લોર સામે શાનદાર જીત સાથે ઉત્સાહિત છે. વરૃણ ચક્રવર્થી, રસેલ તેમજ શુબ્મન ગીલ અને વેંકટેશ ઐયરે આગવી લય દેખાડી દીધી છે. જોકે મુંબઈના અનુભવી બોલિંગ આક્રમણનો સામનો કોલકાતા કેવી રીતે કરે છે, તેના પર બધો મદાર છે. 

મુંબઈએ કેકેઆર સામે ૧૦ રનથી વિજય મેળવ્યો હતો

આઇપીએલ-૧૪માં રમાયેલી અગાઉની લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ૧૦ રનથી કેકેઆરને હરાવ્યું હતુ. મુંબઈએ પ્રથમ બેટીંગ કરતાં સૂર્યકુમાના ૫૬ અને રોહિતના ૪૩ની મદદથી ૧૫૨ રન કર્યા હતા. કોલકાતા તરફથી રસેલે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે કોલકાતા નિતિશ રાણાના ૫૭ અને ગિલના ૩૩ની મદદથી ૭ વિકેટે ૧૪૨ રન કરી શક્યું હતુ. રાહુલ ચાહરે ૨૭ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.


Gujarat