For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની રોમંચક મેચમાં ભારતની વિજયી શરૂઆત

ભારતે પ્રથમ મેચમાં 7 વિકેટે જીત મેળવી

ભારતે 19મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યું

Updated: Feb 12th, 2023

Article Content Image



ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. આમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન આજે રમાવવા જઈ રહી છે.  હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમ ફોર્મમાં છે અને તેણે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કરીને પોતાને સર્વશ્રેષ્ઠ ટીમ સાબિત કરી છે. ટીમ ઈન્ડિયાની દિગ્ગજ ખેલાડી સ્મૃતિ મંધાના આ મેચમાં રમી રહી નથી. આંગળીમાં ઈજાના કારણે તે બહાર છે. 

  • ભારતનો સ્કોર : 19 ઓવરમાં  151/3
  • ભારતનો સ્કોર : 15 ઓવરમાં  103/3 
  • ભારતનો સ્કોર : 10 ઓવરમાં 67 /2 
  • ભારતનો સ્કોર : 5 ઓવરમાં 33 /0 
  • પાકિસ્તાનનો સ્કોર: 20 ઓવરમાં 149/4
  • પાકિસ્તાનનો સ્કોર: 15 ઓવરમાં 91/4
  • પાકિસ્તાનનો સ્કોર: 10 ઓવરમાં 58/3
  • પાકિસ્તાનનો સ્કોર: 05 ઓવરમાં 31/1

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસી બાદ ભારતે અંતે સાત વિકેટે મેચ જીત્યો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. ટી20માં ભારત સામે પાકિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર હતો. જવાબમાં ભારતે 19મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Article Content Image

ભારતને લાગ્યો મોટો ઝટકો હરમનપ્રીત કૌરના 12 બોલમાં 16 રન બનાવીને આઉટ.  હરમનપ્રીતને નશરા સંધુએ આઉટ કરી હતી. હવે ભારતને જીત માટે 30 બોલમાં 47 રનની જરૂરત છે.

ભારતને 10મી ઓવરમાં 65ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો.  શેફાલી 25 બોલમાં 33 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હાલમાં જેમિમા રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌર ક્રિઝ પર છે. ભારતને હવે 65 બોલમાં 85 રનની જરૂર છે.

ભારતની પ્રથમ વિકેટ યાસ્તિકા ભાટિયાના રૂપમાં પડી હતી. તે 20 બોલમાં 17 રન બનાવીને આઉટ હતી. સાદિયા ઈકબાલે તેની વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ 150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી છે. યાસ્તિકા ભાટિયા અને શેફાલી વર્મા ઓપનિંગમાં ઉતર્યા છે. 

Article Content Image

પાકિસ્તાન તરફથી બિસ્માહ મારુફે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે 47 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. 

પાકિસ્તાનની ચોથી વિકેટ સિદ્રાના રૂપમાં પડી હતી. તે 18 બોલમાં 11 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. રાધા યાદવે તેને શિકાર બનાવી બીજી વિકેટ લીધી હતી. 

Article Content Image

ભારતે પાકિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો છે.  પૂજા વસ્ત્રાકરે તેને શિકાર બનાવ્યો હતો. પાકિસ્તાને 3 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા છે.

Article Content Image

પાકિસ્તાનની ટીમ પ્રથમ ઝટકો લાગ્યો. બીજી ઓવરમાં 10ના સ્કોર પર લાગ્યો હતો. સ્પિનર ​​દીપ્તિ શર્માએ જવેરિયા ખાનને આઉટ કરી સફળતા આપવી હતી.

ભારતીય મહિલા ટીમની પ્લેઈંગ ઈલેવન

શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (c), રિચા ઘોષ (wk), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ

Article Content Image

પાકિસ્તાન મહિલા ટીમની પ્લેઈંગ ઈલેવન
જવેરિયા ખાન, મુનીબા અલી (wk), બિસ્માહ મરૂફ (c), નિદા દાર, સિદ્રા અમીન, આલિયા રિયાઝ, આયેશા નસીમ, ફાતિમા સના, આયમાન અનવર, નશરા સંધુ, સાદિયા ઇકબાલ

Gujarat