For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંધુને બેડમિંટનમાં બ્રોન્ઝ : હોકી ટીમ 49 વર્ષે સેમિફાઇનલમાં

Updated: Aug 1st, 2021

Article Content Image

ઓલિમ્પિકમાં ભારત માટે સુપર સન્ડે : સિદ્ધિ અને આશા જગાવતો દિવસ

પી.વી. સિંધુ બે ઓલિમ્પિક મેડલ જીતનારી સુશીલ કુમાર પછી ભારતની બીજી ખેલાડી બની

મેન્સ હોકીમાં ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું : હવે કાલે બેલ્જીયમ સામે સેમિફાઇનલ

ટોક્યો : ભારત માટે ઓલિમ્પિકનો આજનો દિવસ સુખદ રહ્યો હતો. પી.વી. સિંધુએ ચીનની હી બીંગ જીઆઓને 21-13, 21-15થી હરાવીને મહિલા બેડમિંટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની મેન્સ હોકી ટીમે 49 વર્ષ પછી ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશતા ગ્રેટ બ્રિટનને 3-1 ગોલથી હરાવ્યું હતું. ભારત 2016ની રીયો ઓલિમ્પિકમાં આઠમા ક્રમે રહી ક્વાર્ટર ફાઇનલમાં હાર્યું હતું. 

પી.વી. સિંધુ સુશીલ કુમાર પછી બીજી ભારતીય ખેલાડી છે જેણે ઓલિમ્પિકના બે મેડલ જીત્યા હોય. સુશીલ કુમારે બેઇજિંગ ઓલિમ્પિકમાં 2008માં બ્રોન્ઝ અને 2012માં લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ કુસ્તીમાં જીત્યા હતા. પી.વી. સિંધુએ 2016માં રીયો ઓલિમ્પિકમાં સિલ્વર અને આજે બ્રોન્ઝ મેડલ જીતી બતાવ્યો છે. પી.વી. સિંધુ ભારતની પ્રથમ મહિલા ખેલાડી કહી શકાય જેણે બે મેડલ તેની અત્યાર સુધીની કારકિર્દીમાં જીત્યા છે.

વેઇટલિફ્ટીંગના 49 કિ.ગ્રા. વર્ગમાં મીરાબાઇ ચાનુએ સિલ્વર મેડલ આ વખતે જીત્યો હોઇ ભારતે આ ઓલિમ્પિકમાં હજુ સુધી એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યા છે. પી.વી. સિંધુ ગઇકાલે સેમિફાઇનલમાં વર્લ્ડ નંબર વન ત્ઝુ યિંગ સામે હારી જતા આજે બ્રોન્ઝ મેડલ માટે બે હારેલા સેમિફાઇનલિસ્ટ વચ્ચે મેચ રમાઇ હતી. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની વર્લ્ડ નંબર પાંચ યાગાકુચીને હરાવી હતી.

મેન્સ હોકીમાં ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવતા હવે તેઓને સેમિફાઇનલમાં બેલ્જીયમ સામે 3 ઓગસ્ટે રમવાનું છે. બેલ્જીયમે તેની ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનને 3-1થી હરાવ્યું હતું. અન્ય સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે છે. ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને ક્વાર્ટર ફાઇનલમાં પેનલ્ટી શૂટ આઉટમાં 3-0 (2-2)થી અને જર્મનીએ આર્જેન્ટીનાને 3-1થી હરાવ્યું હતું.

ગ્રેટ બ્રિટનને હરાવતા ભારત તરફથી દિલપ્રીતસિંઘે (7મી મીનીટ), ગુર્જંતસિંઘે (16મી) અને હાર્દિક સિંઘે (57મી મીનીટ) ગોલ નોંધાવ્યા હતા. બ્રિટનના સાના વાર્ડે તેની ટીમ માટે એકમાત્ર ગોલ 45મી મીનીટમાં ફટકાર્યો હતો.હતી. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની વર્લ્ડ નંબર પાંચ યાગાકુચીને હરાવી હતી.

મેન્સ હોકીમાં ભારતે ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવતા હવે તેઓને સેમિફાઇનલમાં બેલ્જીયમ સામે 3 ઓગસ્ટે રમવાનું છે. બેલ્જીયમે તેની ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનને 3-1થી હરાવ્યું હતું.

અન્ય સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે છે. સાથે ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને ક્વાર્ટર ફાઇનલમાં પેનલ્ટી શૂટ આઉટમાં 3-0 (2-2)થી અને જર્મનીએ આર્જેન્ટીનાને 3-1થી હરાવ્યું હતું. ગ્રેટ બ્રિટનને હરાવતા ભારત તરફથી દિલપ્રીતસિંઘે (7મી મીનીટ), ગુર્જંતસિંઘે (16મી) અને હાર્દિક સિંઘે (57મી મીનીટ) ગોલ નોંધાવ્યા હતા. બ્રિટનના સાના વાર્ડે તેની ટીમ માટે એકમાત્ર ગોલ 45મી મીનીટમાં ફટકાર્યો હતો.

1980માં ગોલ્ડ જીત્યો હતો પણ સેમિફાઇનલ ફોરમેટ ન હતું

છેલ્લે ભારત 1972માં ઓલિમ્પિક હોકીની સેમિફાઇનલમાં પ્રવેશ્યું હતું

1980માં વિશ્વની નવ ટીમોએ મોસ્કો ઓલિમ્પિક હોકીનો બહિષ્કાર કર્યો હતો

મ્યુનિચની 1972ની ઓલિમ્પિકમાં છેલ્લે ભારત ઓલિમ્પિક હોકીની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું અને તેઓનો પરાજય થયો હતો. તે પછી 1976ની મોન્ટ્રીઅલ ઓલિમ્પિકમાં ભારત સાતમા ક્રમે રહ્યું હતું. 1980માં ભારતની મેન્સ હોકી ટીમ આમ તો મોસ્કોમાં યોજાયેલી ઓલિમ્પિકમાં છેલ્લે ચેમ્પિયન બની હતી પણ તે વખતે સોવિયેત યુનિયને અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું તેના વિરોધમાં અમેરિકા સહિત ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન, નેધરલેન્ડ, આર્જેન્ટિના, કેન્યા, પાકિસ્તાન, મલેશિયા અને પશ્ચિમ જર્મનીના હોકી ફેડરેશને મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો તેને લીધે છ ટીમો વચ્ચે જ હોકીનો ઈવેન્ટ યોજાયો હતો. જેના લીધે સેમિફાઇનલ ફોરમેટ નહતું રખાયું. ગુ્રપ મેચના અંતે પ્રથમ બે ક્રમે રહેલ ટીમ વચ્ચે ગોલ્ડ અને સિલ્વર માટે તેમજ ત્રીજા-ચોથા સ્થાન મેળવનાર વચ્ચે બ્રોન્ઝ મુકાબલો રખાયો હતો, જેમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Gujarat