For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટોકિયો ઓલિમ્પકઃ ભારતીય શૂટર્સે ફરી કર્યા નિરાશ, બોક્સિંગમાં મેડલની આશા, ટેબલ ટેનિસમાં હાર

Updated: Jul 27th, 2021

નવી દિલ્હી,તા.27 જુલાઈ 2021,મંગળવાર

ટોકિયો ઓલિમ્પિકમાં ભારત માટે આજનો દિવસ શૂટિંગ અને ટેબલ ટેનિસ માટે નિરાશાજનક રહ્યો છે. જ્યારે બોક્સિંગમાં ભારત માટે આશા જાગી છે.

શૂટિંગમાં ભારત માટે મેડલની સૌથી મોટી આશા મનુ ભાકર અને સૌરભ ચૌધરીની  જોડી 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ફાઈનલ સુધી પહોંચી નહોતી. આ જ રીતે અભિષેક વર્મા અને યશસ્વિની દેસવાલની જોડી પણ આ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી.

આ સિવાય 10 મીટર એર રાઈફલ મિક્સડ ટીમ ઈવેન્ટમાં પણ દિવ્યાંશસિંહ પવાર અને ઈલાનેવિલ વાલવિરાન તેમજ અંજુમ મોદગિલ અને દિપક કુમારની જોડી પણ ફેંકાઈ ગઈ હતી.

ટેબલ ટેનિસમાં ભારતની એક માત્ર આશા અચંતા શરદ કમલ સ્વરૂપે હતી. જોકે તેમની પણ આજે ત્રીજા રાઉન્ડમાં ચીનના ખેલાડી સામે હાર થઈ ગઈ હતી.

જોકે બોક્સિંગમાં મહિલાઓની 69 કિલોની કેટેગરીમાં ભારતની લવલિનાએ જર્મનીની એપેટઝ નેદિનને 3-2થી હરાવીને મુકાબલો જીતી લીધો હતો. આમ તેને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મળ્યુ છે. તે હવે મેડલથી એક મેચ જ દુર છે.

Gujarat