Get The App

ના સાઉથ આફ્રિકા... ના UAE, IPL 2024 થશે આ જગ્યા પર!

IPL 2024 ભારતમાં જ રમાશે

વર્ષ 2019માં બીસીસીઆઈએ અપનાવ્યો હતો આ પ્લાન

Updated: Aug 4th, 2023

GS TEAM

Google News
Google News
ના સાઉથ આફ્રિકા... ના UAE, IPL 2024 થશે આ જગ્યા પર! 1 - image

Image Twitter

તા. 4 ઓગસ્ટ 2023, શુક્રવાર

આઈપીએલની લોકપ્રિયતા કેટલી બધી છે કે તમે એ વાત દ્વારા જાણી શકો છો કે આ મેચને શરુ થવામાં હજુ 8 થી 9 મહિનાનો સમય બાકી છે, છતાં પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સર્ચ કરી રહ્યા છે, આઈપીએલ 2024 ક્યારે છે, ક્યાં હશે, અને શું શું નવી નવી વાતો આ વખતે જોવા મળશે. 

IPL 2024 ભારતમાં જ રમાશે

છેલ્લા કેટલાક સમયથી સમાચાર ચાલી રહ્યા છે કે ભારતમાં લોકસભાની ચૂંટણી હોવાથી આઈપીએલ બહાર શિફ્ટ થઈ શકે છે. અથવા તો પછી કેટલીક મેચ બહાર રમાવામાં આવશે. પરંતુ હવે મોટી અપડેટ સામે આવી છે. જેમાં અપડેટ એવી છે કે આઈપીએલ સાઉથ આફ્રિકામાં પણ નહી થાય અને યુએઈમાં પણ નહી થાય, પરંતુ આઈપીએલ ભારતમાં જ રમાશે. 

વર્ષ 2019માં બીસીસીઆઈએ અપનાવ્યો હતો આ પ્લાન

વાસ્તવમાં જો તમને વર્ષ 2019 યાદ હશે, જ્યારે ભારતમાં લોકસભાનું ઈલેક્શન હતું. પરંતુ તે વખતે પણ ભારતમાં આઈપીએલ યોજાઈ હતી અને તે અલ્ટરનેટ મેદાનમાં થઈ હતી. એટલે કે દેશમાં આઈપીએલની કેટલાક પસંદ કરેલા મેદાન પર આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિચાર સાથે અને આ પ્લાન સાથે બીસીસીઆઈ આઈપીએલ 2024 પણ ભારતમાં યોજાશે.