For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

UAEમાં IPLના આયોજન માટે કેન્દ્રની લીલીઝંડી, 18મીએ સ્પોન્સર અંગે ફેંસલો

- 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઈના 3 સ્થળોએ મેચો રમાશે

- પતંજલી પણ આઇપીએલની સ્પોન્સરશિપની રેસમાં જોડાય તેવી શક્યતા : ચેન્નાઈની ટીમ ચેપકમાં કેમ્પ કરશે અને ત્યાર બાદ 22મીએ રવાના થશે

Updated: Aug 10th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા.૧૦

ભારત સરકારે બીસીસીઆઇની હાઈપ્રોફાઈલ આઇપીએલનું આયોજન સંયુક્ત આરબ અમીરાતમાં કરવા માટેની મંજૂરી આપી દીધી છે.  હવે તારીખ ૧૯મી સપ્ટેમ્બરથી તારીખ ૧૦મી નવેમ્બર દરમિયાન શારજાહ, અબુ ધાબી અને દુબઈમાં આઇપીએલના મુકાબલા ખેલાશે. બીસીસીઆઇની સલાહ અનુસાર હવે તમામ ટીમો તારીખ ૨૦મી ઓગસ્ટ બાદ જ યુએઈ જવા માટે રવાના થશે.

ચીનના ઉત્પાદનો અને કંપનીઓ સામેનો જનાક્રોશ જોતા  ચીનની કંપની માત્ર ચાલુ વર્ષ માટે જ  આઇપીએલના ટાઈટલ સ્પોન્સર તરીકે ખસી ગઈ છે. હવે તેના સ્થાને નવા સ્પોન્સરની શોધ શરૃ કરી દેવામાં આવી છે અને આ અંગેનો નિર્ણય તારીખ ૧૮મી ઓગસ્ટના રોજ લેવાશે તેવી જાહેરાત પણ આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે કરી હતી. એક વર્ષ માટે આઇપીએલના ટાઈટલ સ્પોન્સર માટેની રેસમાં પતંજલી પણ સામેલ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીના આગ્રહના કારણે ફ્રેન્ચાઈઝીએ યુએઈ માટે રવાના થતાં પૂર્વે ચેપોક સ્ટેડિયમમાં કેમ્પનું આયોજન કર્યું છે. ત્યાર બાદ તેઓ તારીખ ૨૨મી ઓગસ્ટ યુએઈ માટે રવાના થશે. દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલે ટુર્નામેન્ટ યુએઈમાં યોજવાનો નિર્ણય લીધો હતો.  

Gujarat