For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સતત બીજી વન ડેમાં ભારતીય બોલરોની ધોલાઈ, ઓસ્ટ્રેલિયાએ આપ્યુ 390નુ પહાડ જેવુ ટાર્ગેટ

Updated: Nov 29th, 2020

Article Content Image

નવી દિલ્હી, તા. 29. નવેમ્બર 2020 રવિવાર

આઈપીએલ સમયે હવામાં ઉડી રહેલા ભારતીય ટીમના ક્રિકેટરોને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વાસ્તવિકતા ખબર પડી ગઈ છે.

ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાઈ રહેલી બીજી વન ડેમાં પણ ઓસી બેટ્સમેનોએ ભારતીય બોલરોનો છોતરા કાઢી નાંખીને ભારતીય ટીમને પહાડ જેવુ 390 રનનુ લક્ષ્ય આપ્યુ છે.ઓસી ટીમના સ્ટાર બેટસમેન સ્ટીવ સ્મિથે સતત બીજી વન ડેમાં સદી ફટકારી હતી.ડેવિડ વોર્નરે 83, એરોન ફિન્ચે 60, માર્નસ બાબુેશને 70 અને મેક્સેવેલે 63 રનની તોફાની ઈનિંગ રમી હતી.

ભારતીય બોલરોને ઓસ્ટ્રેલિયાના બેટસમેનોએ ચારે તરફ ફટકાર્યા હતા.એક પણ બોલર ઓસી બેટસમેનો સામે અસરકાર સાબિત થઈ શક્યો નહોતો.ફિન્ચ અને વોર્નરે પહેલી વન ડેની જેમ મજબૂત 142 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી હતી.ફિન્ચ 60 રને આઉટ થયા બાદ સ્મિથે બાજી સંભાળી હતી.આ દરમિયાન વોર્નલ 83 રને રનઆઉટ થયો હતો.

જોકે એક પછી એક ઓસી બેટ્સમેનોએ સ્કોરબોર્ડ ફેરવવાનુ ચાલુ રાખ્યુ હતુ અને ભારતીય બોલરોને હાવી થવાનો કોઈ મોકો આપ્યો નહોતો.હવે ભારતની બેટિંગ લાઈન અપ આ સ્કોર ચેઝ કરવામાં સફળ થાય છે કે કેમ તે જોવાનુ છે.

ગત વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને 374 રનનો જંગી સ્કોર ખડકયો હતો .આજે પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોનુ ધમાકેદાર ફોર્મ યથાવત રહ્યુ હતુ.

Gujarat