Get The App

શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ, બીજી ટેસ્ટ રમવા પર પણ આવી અપડેટ

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ, બીજી ટેસ્ટ રમવા પર પણ આવી અપડેટ 1 - image
Image Source: IANS

Shubman Gill Injury: ભારતીય કેપ્ટન શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ગિલને ઈજા થઈ હતી. પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતી વખતે તેને ગરદનમાં દુ:ખાવો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિલ હવે હોટેલમાં પાછો ફર્યો છે, અને ડોક્ટરના અનુસાર તેની તબિયત સારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગિલની ગરદનનો દુખાવો પણ ઓછો થઈ ગયો છે.

શુભમન ગિલ હાલમાં ટીમ હોટલમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તે બીજી ટેસ્ટ માટે ગુવાહાટી જશે કે નહીં તે અનિશ્ચિત છે. બીજી ટેસ્ટમાં રમવાની તેની ક્ષમતા આગામી દિવસોમાં ગિલ કેટલી ઝડપથી સ્વસ્થ થાય છે તેના પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો: Deaflympics 2025: ડેફલિંપિક્સમાં ભારતની શાનદાર શરૂઆત, એર રાઇફલમાં ધનુષે જીત્યો ગોલ્ડ

જણાવી દઈએ કે શુભમન ગિલ ગરદનમાં ખેંચાણને કારણે બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો ન હતો. તે પ્રથમ ઇનિંગમાં ફક્ત ત્રણ બોલ રમી શક્યો હતો. 124 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના પરિણામે 30 રનથી આઘાતજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

ગિલને દુઃખાવો થતા તેણે પ્રથમ ઇનિંગમાં મેદાન છોડી દીધું. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તેમણે ગળામાં બ્રેસ પણ પહેરેલો જોવા મળ્યો. રવિવારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને બંગાળ ક્રિકેટ એસોસિએશનના હાલના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુભમન ગિલની તબિયત પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગાંગુલીએ જણાવ્યું હતું કે ગિલ હવે સ્વસ્થ છે.

આ પણ વાંચો: પહેલી ટેસ્ટમાં હારથી થયું ભારતને નુકસાન, WTCના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પહોંચ્યું

Tags :