For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આવતીકાલથી ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટઃ શ્રેયર ઐયર ડેબ્યુ કરશે

Updated: Nov 24th, 2021


નવી દિલ્હી,તા.24.નવેમ્બર,2021

ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટની સિરિઝની પહેલી મેચનો આવતીકાલે કાનપુરમાં પ્રારંભ થશે ત્યારે આ મેચમાં ભારત વતી શ્રેયસ ઐયર ડેબ્યુ કરશે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં ભારતના સ્ટાર ખેલાડીઓને આરામ અપાયો છે.રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, મહોમ્મદ શામી તેમજ ઋષભ પંત જેવા સ્ટાર ખેલાડીઓ સિરિઝમાં નથી રમવાના.કેપ્ટન કોહલી પણ પહેલી ટેસ્ટ નહીં રમે.આ સંજોગોમાં પહેલી ટેસ્ટમાં રહાણે કેપ્ટનશિપ કરશે.રહાણેએ જ કહ્યુ હતુ કે, ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં શ્રેયસ ઐયર ડેબ્યુ કરશે.

જોકે રહાણેએ ટીમના બાકીના ખેલાડીઓ કોણ હશે તેની જાણકારી આપી નહોતી.ટેસ્ટ ટીમમાં ડેબ્યુ કરવા માટે શ્રેયસ અને સૂર્યકુમાર યાદવ વચ્ચે સ્પર્ધા હતી.જેમાં શ્રેયસની પસંદગી થઈ છે.

ઐયરનો ઘરેલુ રેકોર્ડ શાનદાર રહ્યો છે.54 રણજી મેચમાં તે 52ની એવરેજથી 4592 રન બનાવી ચુકયો છે.જેમાં 12 સદીનો સમાવેશ થાય છે.જોકે ઐયર ટેસ્ટમાં ચોથા ક્રમે કે પાંચમા ક્રમે બેટિંગ કરશે તે સ્પષ્ટ થયુ નથી.

Gujarat