For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

INDvsAUS: ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં ભારતની 51 રને હાર, 2-0થી ગુમાવી સીરિઝ

Updated: Nov 29th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 29 નવેમ્બર 2020, રવિવાર

ઓસ્ટ્રેલિયાએ રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી વન-ડેમાં ભારતને 51 રનથી પરાજય આપ્યો છે અને આ સાથે  જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચોની વન-ડે સીરિઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે અને ભારતીય ટીમ વન-ડે સીરિઝથી પણ હારી ગઈ છે. સ્ટીવ સ્મિથને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ પસંદ કરી નિર્ધારિત 50 ઓવરમાં ચાર વિકેટના નુંકસાન પર 289 રન બનાવ્યા, 390 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુંકસાન પર 338 રન જ બનાવી શકી.

ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 87 બોલમાં 89 રન બનાવ્યા. આ સિવાય લોકેશ રાહુલે 4 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા પરંતુ તેઓ ભારતને જીતાડી શક્યા નહી.

Article Content Imageઓસ્ટ્રેલિયા તરફથી પેંટ કમિંસે 3, એડમ જમ્પા અને જોશ હેજલવુડે 2-2 વિકેટ ઝડપી જ્યારે હેનરિક્સ અને મેક્સવેલે 1-1 વિકેટ ઝડપી. વોર્નરે 77 બોલમાં 83 રન બનાવ્યા. કિંચે 60 રન બનાવ્યા. સ્ટિવ સ્મિથે સીરિઝમાં સતત બીજી સદી ફટકારીતા 64 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા.

આ સિવાય મોર્નસ લાબુશૈને 61 બોલમાં 70 રન, ગ્લેન મેક્સવેલે 29 બોલમાં અણનમ 63 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી.

Gujarat