હોકી વર્લ્ડકપ : ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જીયમ ૨-૦થી ન્યુઝીલેન્ડને હરાવીને સેમિ ફાઈનલમાં

- ઓસ્ટ્રેલિયાનો સ્પેન સામે ૪-૩થી સંઘર્ષમય વિજય

- અન્ય ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ-જર્મની અને નેધરલેન્ડ-કોરિયા ટકરાશે

Updated: Jan 24th, 2023

ભુવનેશ્વર, તા.૨૪

ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જીયમે ૨-૦થી ન્યુઝીલેન્ડને હરાવીને મેન્સ હોકી વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તેમની ટક્કર આવતીકાલે રમાનારી સાઉથ કોરિયા અને નેધરલેન્ડ વચ્ચેની મેચના વિજેતા સામે થશે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ભારે સંઘર્ષ બાદ ૪-૩થી સ્પેન સામે જીત હાંસલ કરી હતી. હવે તેઓ આવતીકાલની ક્વાર્ટર ફાઈનલમાં રમાનારી ઈંગ્લેન્ડ-જર્મનીની મેચના વિજેતા સામે ટકરાશે.

બેલ્જીયમે આક્રમક શરૃઆત કરતાં પ્રથમ હાફમાં જ ૨-૦થી સરસાઈ મેળવી લીધી હતી. જે પછી ન્યુઝીલેન્ડે ડિફેન્સને મજબુત બનાવ્યું હતુ અને બેલ્જીયમ વધુ સ્કોર કરી શક્યું નહતું. બેલ્જીયમ તરફથી ટોમ બૂન અને ફ્લોરેન્ટ વાન યુબેલે ગોલ કર્યા હતા.

અન્ય ક્વાર્ટર ફાઈનલમાં સ્પેને આક્રમક શરૃઆત કરતાં ઝેવિયર જીસ્પેર્ટ અને માર્ક રેસાસેનના ગોલને સહારે ૨-૦થી લીડ મેળવી લીધી હતી. જોકે ઓસ્ટ્રેલિયાએ પુનરાગમન કરતાં ફ્લીન ઓજીલ્વીર, એરાન ઝૅલેવ્સ્કી અને જેરેમી હાવર્ડના બે ગોલને સહારે ૪-૨થી લીડ મેળવી હતી. માર્ક મિરાલેસે સ્પેન તરફથી ગોલ કર્યો હતો, પણ તેની ટીમ હારી ગઈ હતી. જોકે હાફ ટાઈમ સુધી સ્પેને ૨-૧થી લીડ જાળવી હતી

    Sports

    RECENT NEWS