Get The App

હોકી લેજન્ડ અને ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ રઘબીર સિંઘ ભોલાનું નિધન

- રઘબીર સિંઘે ઓલિમ્પિકમાં ૧૯૫૬માં ગોલ્ડ અને ૧૯૬૦માં સિલ્વર જીત્યો હતો

- ૯૨ વર્ષના રઘબીર સિંઘ છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે લડી રહ્યા હતા

Updated: Jan 22nd, 2019

GS TEAM

Google News
Google News
હોકી લેજન્ડ અને ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ રઘબીર સિંઘ ભોલાનું નિધન 1 - image

નવી દિલ્હી,તા. ૨૨

ભારતીય હોકીના લેજન્ડ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી ચૂકેલા રઘબીર સિંઘ ભોલાનું ૯૨ વર્ષની વયે નિધન થયું હતુ. રઘબીર સિંઘ છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે લડી રહ્યા હતા. તેઓ૧૯૫૬ના મેલબોર્ન ઓલિમ્પિકમાં ગોલ્ડ અને ૧૯૬૦ના રોમ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય હોકી ટીમમાં સામેલ હતા. 

હોકીના લેજન્ડરી ખેલાડી અને ઈન્ડિયન એરફોર્સના ગૂ્રપ કેપ્ટન રઘબીર સિંઘ ભોલા તેમની પાછળ તેમની પત્ની કમલા અને ત્રણ પુત્રીઓ તેમજ ત્રણ પૌત્રને વિલાપ કરતાં છોડી ગયા છે. ભારતીય સૈન્યમાં જાંબાઝીથી ફરજ બજાવનારા રઘબીર સિંઘ આખી જિંદગી હોકીની સાથે જોડાયેલા રહ્યા હતા. તેમના નિધન પર ભારતીય ઓલિપિક એસોસિએશન અને આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને પણ શોક વ્યક્ત કર્યો હતો.

એક ખેલાડી તરીકે સફળતાના શિખરો સર કર્યા બાદ તેઓએ ભારતીય હોકી ફેડરેશનના સિલેક્ટર તરીકેની જવાબદારી સંભાળી હતી. તેઓ આંતરરાષ્ટ્રીય અમ્પાયર રહ્યા અને ભારતીય હોકી ટીમના મેનેજર તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. તેઓએ ટીવી કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને ઓલિમ્પિક ગેમ્સમાં સરકારના નિરિક્ષક તરીકે સેવા આપી હતી. 

તેમણે ઈન્ડિયન એર ફોર્સ અને સર્વિસિસની ટીમના કેપ્ટન તરીકે ૧૯૫૪ થી લઈને ૧૯૬૦ના વર્ષ સુધી સેવા આપી હતી. તેઓ ઈન્ટર સર્વિસીસ હોકી ચેમ્પિયનશીપ ત્રણ વખત અને નેશનલ હોકી ચેમ્પિયનશીપ બે વખત જીત્યા હતા. તેમને વર્ષ ૨૦૦૦માં તેમની સિદ્ધિઓ બદલ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.  


Tags :