For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મેચ રેફરી ક્રિસ બ્રોડે પુત્ર સ્ટુઅર્ટને મેદાન પર અપશબ્દો બોલવા બદલ સજા કરી

- બ્રોડને વધુ એક ડિ મેરિટ પોઈન્ટ અપાયો

- સ્ટુઅર્ટ બ્રોડની મેચ ફીના ૧૫ ટકા રકમ કાપી લેવામાં આવી

Updated: Aug 11th, 2020

Article Content Imageદુબઈ, તા.૯

મેચ રેફરી પિતાએ ક્રિકેટર પુત્રને મેદાન પરની અયોગ્ય વર્તણૂંક બદલ સજા ફટકારી હોય તેવો અનોખો કિસ્સો ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ બાદ નોંધાયો હતો. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટોચના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બોર્ડના પિતા ક્રિસ બ્રોડ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં મેચ રેફરીની ભૂમિકામાં હતા. સ્ટુઅર્ટ બ્રોડ પાકિસ્તાનના બેેટ્સમેનને આઉટ કરીને અપશબ્દો બોલ્યો હતોજે બદલ પિતાએ તેને મેચ ફીની ૧૫ ટકા રકમનો દંડ ફટકાર્યો હતો. 

આઇસીસીએ પ્રસારિત કરેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કેઆ ઘટના પાકિસ્તાનની બીજી ઈનિંગની ૪૬મી ઓવરમાં બની હતી. બ્રોડે પાકિસ્તાનના યાસિર શાહને આઉટ કર્યા બાદ અપશબ્દો કહ્યા હતા. જે બદલ તેને ૧૫ ટકા મેચ ફીની રકમ ગુમાવવી પડશે. તેની સાથે સાથે તેના  નામે વધુ એક ડિ મેરિટ પોઈન્ટ પણ નોંધાયો છે. 

બ્રોડના નામ સાથે  છેલ્લા ૨૪ મહિનામાં ત્રણ ડિ મેરિટ પોઈન્ટ્સ નોંધાયા છે. મેદાન પરના અમ્પાયર રિચાર્ડ કેટલબર્ગ અને રિચાર્ડ ઇલિંગવર્થ તેમજ અન્ય ઓફિસિઅલ્સે બ્રોડ પર આક્ષેપ મૂક્યો હતો. સુનાવણીમાં તેણે આક્ષેપને સ્વીકારી લેતાં તેને સજા ફટકારવામાં આવી હતી. 

Gujarat