For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓસ્ટ્રેલિયન ઓપનમાં યોકોવિચ-થિયેમનો પાંચ સેટમાં વિજય, સેરેનાની આગેકૂચ

ટોપ સીડેડ ખેલાડીઓની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

સિમોના હાલેપ પણ અંતિમ ૧૬માં પહોંચીઃ એશ બાર્ટી પર બધાની નજર

Updated: Feb 12th, 2021

Article Content Image

મેલબોર્ન, 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ટાઇટલ ફેવરિટ યોકોવિચ અને ડોમિનિક થિયેમનો પાંચ સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં જીત્યા હતા. જ્યારે વીમેન્સમાં સેરેનાએ આગેકૂચ જારી રાખી હતી.  તેણે ત્રીજા રાઉન્ડમાં અનાસ્તાસિયા પોટપોવાને ૭-૬(૫),૬-૨થી હરાવી હતી. આ ઉપરાંત સિમોના હાલેપ પણ અંતિમ ૧૬માં પહોંચી હતી અને ઓસાકાએ સરળતાપૂર્વક આગેકૂચ કરી હતી. મેન્સમાં ડોમિનિક થિયેમ નિક કિર્ગિઓસ સામે પાંચ સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં હારતા-હારતા બચ્યો હતો. 

યોકોવિચનો ટેલર ફ્રિટ્ઝ સામે પાંચ સેટમાં વિજય

ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ નવમી વખત જીતવાનું યોકોવિચનું સ્વપ્ન તૂટતા-તૂટતા રહી ગયું હતું. તેનો અમેરિકાના ટેલર ફ્રિટ્ઝ સામે પાંચ સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૭-૬ (૧), ૬-૪, ૩-૬, ૪-૬, ૬-૨થી વિજય થયો હતો અને આ વિજય સાથે તે ચોથા રાઉન્ડમાં પહોંચ્યો હતો. યોકોવિચે પહેલા બે સેટ જીતી લીધા બાદ તે મેચ જીતે તેમ લાગતું હતું, પરંતુ તે દરમિયાન તે ઇજાનો ભોગ બન્યો હતો. તેણે કોર્ટમાં જ સારવાર લીધી હતી. 

થિયેમનો કિર્ગિઓસ સામે સંઘર્ષપૂર્ણ વિજય

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ડોમિનિક થિયેમનો નિક કિર્ગિઓસ સામે સંઘર્ષપૂર્ણ વિજય થયો હતો. યુએસ ઓપન ચેમ્પિયન થિયેમે કિર્ગિઓસ સામે ૪-૬, ૪-૬, ૬-૩, ૬-૪, ૬-૪થી વિજય મેળવ્યો હતો. આમ તેણે પ્રથમ બે સેટ ગુમાવ્યા પછી શાનદાર વિજય મેળવ્યો હતો. 

સેરેનાની આ અંતિમ ઓસ્ટ્રેલિયન ઓપન હોઈ શકે

સેરેના વિલિયમ્સ આ અંતિમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી રહી હોવાનું માનવામાં આવે છે. સેરેનાની નજર ૨૪માં ગ્રાન્ડસ્લામ પર છે. ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ખેલાડી અને ટોપ સીડેડ એશ બાર્ટી સિવાય ઓસ્ટ્રેલિયન ઓપન માટે જો કોઈ પ્રબળ દાવેદાર હોય તો તે સેરેના વિલિયમ્સને માનવામાં આવે છે. 

સિમોના હાલેપ અંતિમ ૧૬માં

બીજી ક્રમાંકિત સિમોના હાલેપે અંતિમ ૧૬માં પ્રવેશી ગઈ છે. તેણે રશિયાની વેરોનિકા કુડરમેતોવા સામે ૬-૧,૬-૩થી સીધા સેટોમાં વિજય મેળવ્યો હતો. તે સળંગ ચોથા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં પ્રવેશી છે. 

એશ બાર્ટી ડબલ્સમાંથી નીકળી ગઈ

ટોપ સીડેડ ખેલાડી અને ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ માટે ફેવરિટ ખેલાડી ઓસ્ટ્રેલિયાની જ એશ બાર્ટી ડબલ્સમાંથી નીકળી ગઈ છે. તેની ફિટનેસને લઈને તકલીફ થઈ હોવાથી તે ડબલ્સમાંથી નીકળી છે. તે અને અમેરિકાની જેનિફર બ્રેડી વીમેન્સ ડબલ્સની બીજા રાઉન્ડની મેચ રમવાના હતા. પરંતુ આ મેચ પડતી મૂકાવવાના લીધે એલિસ મેટર્ન્સ અને આર્યના સબાલેન્કાને વોકઓવર મળશે. 


Gujarat