For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રોનાલ્ડોના ગોલને સહારે માંચેસ્ટર યુનાઈટેડની અંતિમ ૧૬માં એન્ટ્રી

- ચેમ્પિયન્સ લીગ : યુનાઈટેડનો ૨-૦થી વિલારિયલ સામે વિજય

- ચેલ્સીએ ૪-૦થી યુવેન્ટસને હરાવ્યું : બાયર્નનો કિવ સામે ૨-૧થી જીત્યું

Updated: Nov 24th, 2021

Article Content Imageવિલારિયલ, તા.૨૪

ક્રિસ્ટીયનો રોનાલ્ડોના કારકિર્દીના ૭૯૯માં ગોલને સહારે માંચેસ્ટર યુનાઈટેડે ૨-૦થી સ્પેનિશ કલબ વિલારિયલને હરાવીને ચેમ્પિયન્સ લીગમાં અંતિમ-૧૬માં પ્રવેશ મેળવ્યો હતો. ઓલા ગુન્નાર સોલસ્કરની હકાલપટ્ટી બાદ વચગાળાના કોચ તરીકે નિયુક્તિ પામેલા માઈકલ કારિચના માર્ગદર્શનમાં માંચેસ્ટરે આ જીત હાંસલ કરી હતી.

રોનાલ્ડોએ મેચની ૭૮મી મિનિટે અને સાન્ચોએ મેચની ૯૦મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. નોંધપાત્ર છે કે, ચાલુ સિઝનમાં રોનાલ્ડોએ યુનાઈટેડની અત્યાર સુધીની તમામ ચેમ્પિયન્સ લીગ મેચોમાં ગોલ ફટકાર્યા છે.

બાયર્ન મ્યુનિખના પોલીશ સ્ટાર રોબર્ટ લેવાન્ડોવસ્કીએ સળંગ નવમી ચેમ્પિયન્સ લીગ મેચમાં ગોલ ફટકારતાં કલબને ડાયનેમો કિવ સામે જીત અપાવી હતી. લેવાન્ડોવસ્કીનો આ ૯મી ચેમ્પિયન્સ લીગ મેચમાં ૧૪મો વિજય હતો. જ્યારે બાયર્ન મ્યુનિખે તેનો જીતનો સિલસિલો આગળ ધપાવ્યો હતો. બાયર્ન તરફથી લેવાન્ડોવસ્કીએ ૧૪મી મિનિટે અને કિંગ્સલે કોમેને ૪૨મી મિનિટે ગોલ નોંધાવ્યો હતો.

ઈંગ્લિશ કલબ ચેલ્સીએ પણ એક તરફી મુકાબલામાં ૪-૦થી ઈટાલીયન કલબ યૂવેન્ટસને મહાત કરીને અંતિમ ૧૬માં સ્થાન હાંસલ કરી લીધું હતુ. ચેલ્સી તરફથી ફર્સ્ટ હાફમાં ટ્રેવોહ ચૅલોબાહે ગોલ ફટકાર્યો હતો. જે પછી બીજા હાફમાં મેચની ૫૫મી મિનિટે રિસૅ જેમ્સે, ૫૮મી મિનિટે હડસન-ઓડોઈએ અને ઈન્જરી ટાઈમની પાંચમી મિનિટે ટીમો વેર્નરે ગોલ નોંધાવ્યા હતા. યુવેન્ટસ એક પણ ગોલ કરી શક્યું નહતુ.

બાર્સેલોના અને બેન્ફિકા વચ્ચેની મેચ ૦-૦થી ડ્રો રહી હતી. જ્યારે સેવિલાએ ૨-૦થી વુલ્ફસ્બર્ગને પરાસ્ત કર્યું હતુ. માલ્મો અને ઝેનિથની મેચ ૧-૧થી તેમજ યંગ બોઈઝ અને એટલાન્ટાની મેચ ૩-૩થી ડ્રો રહી હતી. લિલેએ ૧-૦થી આરબી સાલ્ઝબર્ગને પરાસ્ત કર્યું હતુ.

Gujarat