Get The App

Commonwealth Games 2022 : વાંચો, મણિપુર પોલીસમાં તૈનાત 'જુડોકા' સુશીલા દેવીની રસપ્રદ કહાની

Updated: Aug 2nd, 2022

GS TEAM

Google News
Google News
Commonwealth Games 2022 : વાંચો, મણિપુર પોલીસમાં તૈનાત 'જુડોકા' સુશીલા દેવીની રસપ્રદ કહાની 1 - image


નવી દિલ્હી, તા. 02 ઓગસ્ટ 2022 મંગળવાર

બર્મિંઘમમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનુ શાનદાર પ્રદર્શન અકબંધ છે. સોમવારે થયેલા અલગ-અલગ ઈવેન્ટ્સમાં ટીમ ઈન્ડિયાના પ્લેયર્સએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ અને દિવસ પૂરો થતા થતા ભારત પાસે મેડલ પણ આવી ગયા. જુડોમાં ભારતની સુશીલા દેવીએ 48 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. 

સોમવારે મોડી રાતે થયેલી મેચમાં સુશીલા દેવીની મેચ સાઉથ આફ્રિકાની મિશેલા વ્હાઈટબુઈ સામે હતી. દરેકને આશા હતી કે ઈતિહાસ રચવામાં આવશે અને સુશીલા દેવી દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શકશે પરંતુ આવુ થઈ શક્યુ નહીં, આ મેચ માત્ર 4.25 સેકન્ડ સુધી ચાલી અને સુશીલા દેવી હારી ગયા ભલે તેઓ ગોલ્ડ ના જીતી શક્યા પરંતુ સિલ્વર મેડલ તો જીત્યો જ.

મણિપુરના રહેવાસી 27 વર્ષના સુશીલા દેવીનો કોમનવેલ્થ ગેમ્સમાં આ બીજો મેડલ છે, 2014ના કોમનવેલ્થમાં પણ સુશીલાએ સિલ્વર મેડલ જ જીત્યો હતો. સુશીલા મણિપુર પોલીસમાં સબ-ઈન્સ્પેક્ટર પદ પર તૈનાત છે અને કોમનવેલ્થ ગેમ્સ 2022ના શરૂ થયા પહેલા જ મેડલના દાવેદાર હતા. 

કાકાની મદદથી શીખ્યુ જુડો અને રચી દીધો ઈતિહાસ

સુશીલા દેવીએ જણાવ્યુ હતુ કે મારા કાકા પણ ઈન્ટરનેશનલ લેવલના જુડો પ્લેયર રહ્યા હતા, તેમણે જ મને જુડો શીખવા માટે પ્રેરિત કરી અને ટ્રેનિંગ કરાવવા માટે લઈ ગયા. 2002માં આ સફર શરૂ થઈ ગઈ હતી. જે બાદ 2007થી 2010ની વચ્ચે તેમણે મણિપુરમાં જ વર્તમાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી.

'જુડોકા' સુશીલા દેવી ઈમ્ફાલ જીલ્લાના છે તેમનો જન્મ 1995માં થયો હતો. સુશીલા પહેલા એવા મહિલા જુડોકા હતા જેમણે ઓલમ્પિકમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ. માત્ર 27 વર્ષની ઉંમરમાં જ તેમના નામે કેટલાય મોટા રેકોર્ડ છે. 

તેઓ કોમનવેલ્થ ગેમ્સ 2014માં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે, હવે 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેમના નામે સિલ્વર મેડલ છે. અગાઉ હોંગકોંગ એશિયા ઓપનના 2018, 2019 સિઝનમાં પણ તેમણે સિલ્વર મેડલ જીત્યા છે. 

Tags :