For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માંચેસ્ટર સિટી, PSG અને રિયલ મેડ્રિડ ચેમ્પિયન્સ લીગના નોકઆઉટ રાઉન્ડમાં

- મિલાને ૧-૦થી એટ્લેટિકોને અને ઈન્ટરે ૨-૦થી ડોનૅટ્કને હરાવ્યું

- લીવરપૂલનો ૨-૦થી એફસી પોર્ટો સામે વિજય

Updated: Nov 25th, 2021

Article Content Imageલંડન, તા.૨૫

માંચેસ્ટર સિટી, પેરિસ સેંટ જર્માઈન કલબ અને રિયલ મેડ્રિડે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. માંચેસ્ટર સિટીએ ૨-૧થી પીએસજીને પરાસ્ત કર્યું હતુ. આ સાથે બંને ટીમોએ રાઉન્ડ ઓફ ૧૬માં સ્થાન હાંસલ કરી લીધું હતુ. જ્યારે રિયલ મેડ્રિડ શેરિફને ૩-૦થી હરાવીને નોકઆઉટમાં પ્રવેશી હતી.

કોવિડમાં સપડાયેલા કેવિન ડી બુ્રયનની ગેરહાજરીમાં રમતાં માંચેસ્ટર સિટી સામે પીએસજીના સ્ટાર નેમારે આસાન ગોલની તક વેડફી નાંખી હતી. બીજા હાફની શરૃઆતમાં ૫૦મી મિનિટે એમ્બાપ્પેએ ગોલ ફટકારીને પીએસજીને સરસાઈ અપાવી હતી. જે પછી સિટી તરફથી રહીમ સ્ટર્લિંગે ૬૩મી મિનિટે અને ગેબ્રિયલ જીસસે ૭૬મી મિનિટે ગોલ નોંધાવતા ટીમને જીત અપાવી હતી. રિયલ મેડ્રિડે ૩-૦થી શેરિફને પરાસ્ત કર્યું હતુ. ડેવિડ એલ્બા, ટોની ક્રૂઝ અને કરિમ બેન્ઝેમાએ એક-એક ગોલ નોંધાવ્યા હતા.

લીવરપૂલનો પોર્ટો સામે વિજય

લીવરપૂલે તેની જીતનો સિલસિલો જારી રાખતાં ૨-૦થી પોર્ટોને હરાવ્યું હતુ. થિયાગો અલ્કાન્ટારાએ ૫૨મી મિનિટે અને મોહમ્મદ સાલાહે ૭૦મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા.

ઈન્ટર ૧૦ વર્ષ બાદ નોકઆઉટમાં

ઈન્ટર મિલાને ૨-૦થી શાખ્તર ડોનેટ્સને પરાસ્ત કર્યું હતુ. એડિન ઝેકોએ ૬૧મી મિનિટે અને ૬૭મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. આ સાથે ઈન્ટર ૧૦ વર્ષ બાદ ચેમ્પિયન્સ લીગના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ્યું હતુ.

મિલાન-સ્પોર્ટિંગની પણ જીત

જ્યારે ઈટાલીયન કલબ એસી મિલાને જુનિયર મેસિયસના ગોલની મદદથી એટ્લેટિકો મેડ્રિડને પરાસ્ત કર્યું હતુ. સ્પોર્ટિંગ લિસ્બને ૩-૧થી ડોર્ટમંડને મહાત કરતાં અંતિમ ૧૬માં સ્થાન મેળવી લીધું હતુ. એજાક્સે ૨-૧થી બેસિક્ટાસને હરાવ્યું હતુ. આ સાથે એજાક્સ અને લીવરપૂલે સળંગ પાંચમી જીત મેળવી હતી.

લેવાન્ડોવસ્કી-હાલેરના ૯-૯ ગોલ

એજાક્સના સેબાસ્તીયન હાલેરની એલિટ ટુર્નામેન્ટમાં સૌપ્રથમ સિઝન છે. તેણે નવ ગોલ ફટકાર્યા છે અને આ સિઝનમાં સૌથી વધુ ગોલ ફટકારનારા ખેલાડીઓની યાદીમાં તે બાયર્નના લેવાન્ડોવસ્કી સાથે ટોચના સ્થાને છેે.

Gujarat