For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાયર્નનો૩-૦થી બાર્સેલોના સામે વિજય, રોનાલ્ડોના ગોલ છતાં માંચેસ્ટર હાર્યું

- ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ : ચેલ્સીએ ઝેનિટને હરાવ્યું

- ડાયનેમો કિવ અને બેન્ફિકા વચ્ચેની મેચ ૦-૦થી ડ્રો

Updated: Sep 15th, 2021

Article Content Imageબાર્સેલોના, તા.૧૫

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં જર્મનીની બાયર્ન મ્યુનિચ કલબે ૩-૦થી બાર્સેલોનાની સામે યાદગાર જીત હાંસલ કરી હતી. બાયર્નની જીતમાં થોમસ મુલરનો એક અને રોબર્ટ લેવાન્ડોવસ્કીના બે ગોલ નિર્ણાયક બન્યા હતા. મેસીની વિદાય બાદ નબળી પડેલી બાર્સેલોનાની ટીમ એક પણ ગોલ નોંધાવી શકી નહતી. બાર્સેલોનાની ટીમ તેના ઈતિહાસમાં પહેલી વખત યુરોપીયન ટુર્નામેન્ટમાં પહેલી વખત ત્રણ મેચ હાર્યું હતુ.

સ્વિત્ઝર્લેન્ડના બેર્નમાં રમાયેલી હોમ ટીમ યંગ બોઇઝ સામેની મેચમાં રોનાલ્ડોની હાજરી છતાં માંચેસ્ટર યુનાઈટેડ જીતી શક્યું નહતુ. રોનાલ્ડોએ ૧૩મી મિનિટે ગોલ ફટકારીને યુનાઈટેડને સરસાઈ અપાવી હતી. જોકે મેચની ૩૫મી મિનિટે યુનાઈટેેડના આરોન વાન-બિસાકાને રેફરીએ રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર કાઢી મૂક્યો હતો. જે પછી ૧૦ ખેલાડીઓ સાથે રમતાં યુનાઈડેટને સંઘર્ષ કરવો પડયો હતો. મેચની ૬૬મી મિનિટે મોઉમા એનગામાલુએ અને સ્ટોપેજ ટાઈમમાં પાંચમી મિનિટે (૯૫મી મિનિટે) થેઓસન સિબાચેઉએ ગોલ ફટકારીને માંચેસ્ટર સામે ટીમને ૨-૧થી નાટકીય જીત અપાવી હતી.

યુવેન્ટસ એલેક્સી સાન્દ્રો, પાઉલો ડાયબાલા અને અલ્વારો મોરાટાના ગોલને સહારે ૩-૦થી માલ્મો સામે જીત મેળવી હતી. ચેલ્સીએ તેના નવા સુપરસ્ટાર રોમેલુ લુકાકુના ગોલને સહારે ઝેનિટને હરાવ્યું હતુ. ડાયનેમો કિવ અને બેન્ફિકા વચ્ચેની મેચ ૦-૦થી, વિલારેલ અને એટલાન્ટા વચ્ચેની મેચ ૨-૨થી, લિલે અને વુલ્ફબર્ગ વચ્ચેની મેચ ૦-૦થી તેમજ સેવિલા અને સાલ્ઝબર્ગ વચ્ચેની મેચ ૧-૧થી ડ્રો રહી હતી.

Gujarat