For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટેનિસ રેન્કિંગમાં યોકોવિચે ટોચનું સ્થાન જાળવ્યું : નડાલ ટોપ-ફાઈવમાંથી બહાર

- મેડ્વેડેવ બીજા સ્થાને અને ફેડરર નવમાં ક્રમે યથાવત્

- સ્પેનનો અલકારાઝ ૧૭ સ્થાનના જમ્પ સાથે ૩૮માં ક્રમે

Updated: Sep 14th, 2021

Article Content Imageલંડન,તા.૧૪

યુએસ ઓપનની ફાઈનલની સાથે કેલેન્ડર ગ્રાન્ડ સ્લેમની સિદ્ધિ ચૂકી જવા છતાં યોકોવિચે એટીપીના મેન્સ સિંગલ્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે બીજા ક્રમે રહેલા મેડ્વેડેવે તેના રેન્કિંગ પોઈન્ટ્સમાં વધારો કરતાં તેના અને યોકોવિચ વચ્ચેના અંતરને ઘટાડયું હતુ. યુએસ ઓપન બાદ જાહેર થયેલા રેન્કિંગમાં આંચકાજનક ફેરફાર એ હતો કે, ક્લે કોર્ટ કિંગ તરીકે ઓળખાતા નડાલને ટોપ-ફાઈવમાંથી સ્થાન ગુમાવવું પડયું છે. નડાલને નવા રેન્કિંગમાં છઠ્ઠો ક્રમ મળ્યો છે. જ્યારે ફેડરર નવમા સ્થાન યથાવત્ છે.

નડાલને ઈજા સતાવી રહી છે અને તે ચાલુ વર્ષે ફ્રેન્ચ ઓપનની સેમિ ફાઈનલમાં યોકોવિચ સામે મળેલી હાર બાદ સ્પર્ધામાં ઉતર્યો જ નથી. ફેડરર પણ ઘુંટણની ઈજાના કારણે છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ એકશન છે. ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન ઓસ્ટ્રીયાનો ડોમિનીક થિયમ ઈજાના કારણે તેનું ટાઈટલ જાળવવા માટે ફ્લશિંગ મેડોવ્સ ખાતે ઉતરી શક્યો નહતો. તે છઠ્ઠા ક્રમેથી આઠમા સ્થાને ફેંકાયો છે.

યુએસ ઓપનમાં સનસનાટી મચાવનારા સ્પેનના અલકારાઝને ૧૭ સ્થાનનો ફાયદો થયો છે અને તે ૩૮માં ક્રમે આવી પહોંચ્યો છે. જ્યારે કાસ્પર રૃડ ટોપ-૧૦માં પ્રવેશનારો નોર્વેનો સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. ૨૨ વર્ષનો કાસ્પર ટોપ-૧૦માં સૌથી યુવા વયનો ખેલાડી પણ છે. કેનેડાના એગ્યુર આલિયાસીમને ૧૧મો ક્રમ મળ્યો છે.

Gujarat