For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઝ્વેરેવે હુર્કાઝને હરાવ્યો : હવે સેમિ ફાઈનલમાં યોકોવિચ સામે ટક્કર

- એટીપી ફાઈનલ્સ : કાસ્પર રુડની આગેકૂચની આશા જીવંત

- રુબ્લોવ અને રુડ વચ્ચે મહત્વનો મુકાબલો

Updated: Nov 18th, 2021

Article Content Imageટુરિન, તા.૧૮

ઓલિમ્પિક ચેમ્પિયન જર્મન ટેનિસ સ્ટાર ઝ્વેરેવે પોલેન્ડના હુર્કાઝને સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી પરાસ્ત કર્યો હતો. આ સાથે ઝ્વેરેવે એટીપી ફાઈનલ્સની સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જ્યાં તેની ટક્કર સર્બિયાના વર્લ્ડ નંબર વન યોકોવિચ સામે થશે. શનિવારે રમાનારી આ મેચમાં વિજેતા બનનારા ખેલાડીને ફાઈનલમાં સ્થાન મળશે.

રશિયાના વર્લ્ડ નંબર ટુ મેડ્વેડેવે પણ અંતિમ ચારમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે તે આખરી અને ઔપચારિક મેચમાં ઈટાલીના સીનર સામે ટકરાશે. જે ઈજાગ્રસ્ત બેરેટિનીખસી જતા મેઈન ડ્રોમાં પ્રવેશ્યો હતો.અગાઉ રમાયેલી મેચમાં આઠમો સીડ ધરાવતા નોર્વેના કાસ્પર રૃડે ઈજાગ્રસ્ત સિત્સિપાસના સ્થાને એન્ટ્રી મેળવનારા બ્રિટનના નોરીને ૧-૬, ૬-૩, ૬-૪થી હાર આપી હતી.

હવે આખરી લીગ મેચીસ બાકી રહી છે, જેમાં મેડ્વેડેવ-સીનર ટકરાશે. જ્યારે સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલો યોકોવિચ બહાર ફેંકાઈ ચૂકેલા નોરી સામે રમશે. સૌથી મહત્વની લીગ મેચ રશિયાના રૃબ્લોવ અને નોર્વેના રુડ સામે રમાશે. જેમાં વિજેતા બનનારો ખેલાડી સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવશે.

નોંધપાત્ર છે કે, ટોક્યો ઓલિમ્પિકની સેમિ ફાઈનલમાં ઝ્વેરેવ અને યોકોવિચ ટકરાયા હતા. જેમાં ઝ્વેરેવે જીત મેળવતા યોકોવિચનું ગોલ્ડન સ્લેમનું સ્વપ્ન રોળાયું હતુ. 

Gujarat