IPL: પંજાબ સામે હૈદરાબાદની 8 વિકેટથી જીત, અભિષેક શર્માએ IPL કરિયરની પહેલી સદી ફટકારી
IPL 2025: આઈપીએલ 2025માં આજે (12 એપ્રિલ) બીજો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને શ્રેયસ અય્યર વચ્ચે રમાયો હતો. જેમાં હૈદરાબાદની 8 વિકેટથી ભવ્ય જીત થઈ છે. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 245 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 18.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 247 રન બનાવ્યા હતા. અભિષેક શર્માની 141 રનની ઈનિંગના કારણે હૈદરાબાદની જીત થઈ છે. જ્યારે પંજાબના શ્રેયસ અય્યરની 82 રનની ઇનિંગ વ્યર્થ રહી.
સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગ: અભિષેક શર્મા 141 રન (55 બોલ), ટ્રેવિસ હેડ 66 રન (37 બોલ), હેનરિક ક્લાસેન 21 રન (14 બોલ), ઈશાન કિશન 9 રન (6 બોલ).
પંજાબ કિંગ્સની ઈનિંગ: શ્રેયસ અય્યર 82 રન (36 બોલ), પ્રભસિમરન સિંહ 42 રન (23 બોલ), પ્રિયાંશ આર્ય 36 રન (13 બોલ), માર્કસ સ્ટોઇનિસ 34 રન (11 રન), નેહલ વાઢેરા 27 રન (22 બોલ), માર્કો યાન્સેન 5 રન (5 બોલ) ગ્લેન મેક્સવેલ 3 રન (7 બોલ), શશાંક સિંહ 2 રન (3 બોલ).
અભિષેક શર્માની 40 બોલમાં ફટકારી IPL કરિયરની પહેલી સદી
પંજાબ કિંગ્સ સામે મોટા ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઓપનરોએ ધમાકો કરી દીધો. અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરતા પંજાબના બોલરોને હંફાવ્યા હતા. અભિષેક શર્માએ 41 બોલમાં સદી ફટકારી હતી, જે તેની આઈપીએલ કરિયરની પહેલી સદી છે. તેમણે કેએલ રાહુલ (132 રન)નો રેકોર્ડ તોડ્યો છે. આ મેચમાં અભિષેકને બે જીવનદાન મળ્યા હતા. જોકે, બાદમાં તે 55 બોલમાં 141 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ઇનિંગમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગા લગાવ્યા હતા. અભિષેકની સદી પૂરી થતા જ સ્ટેડિયમમાં હાજર તેના પરિવારજનો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.
અભિષેક શર્માએ પોતાની પહેલી આઈપીએલ સદી હૈદરાબાદની ઓરેન્જ આર્મીને સમર્પિત કરી દીધી. તેઓ પોતાના ખિસ્સામાં આ લખીને આવ્યા હતા અને સદી પૂરી થતા જ કાગળ બતાવ્યો હતો. આ પેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ ગયું.
બન્ને ટીમની પ્લેઇંગ-11
સનરાઈઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, હર્ષલ પટેલ, ઝીશાન અંસારી, ઈશાન મલિંગા, મોહમ્મદ શમી.
પંજાબ કિંગ્સ: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ.