ટીમ ઇન્ડિયાને ફટકો, એક ઓવરમાં 7 છગ્ગા લગાવનાર બેટર થયો T20 સીરીઝમાંથી બહાર

ઋુતુરાજ કાંડની ઈજાને કારણે હાલ NCAમાં છે

Updated: Jan 25th, 2023

Image : Ruturaj Gaikwad Twitter

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી છે. ભારતીય ટીમે મહેમાન ટીમને 3-0થી હરાવી કલીન સ્વીપ કર્યુ હતું. ભારતને વનડે બાદ હવે ટી20માં રમવાનું છે. આ મહત્વપુર્ણ સીરીઝ પહેલા ટીમ ઈંન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનર કાંડાની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાંથી બહાર થઈ શકે છે.

આ પહેલા શ્રીલંકા સીરીઝમાંથી બહાર થયો હતો

ગઈકાલે ભારતે ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરીઝમાં જીત મેળવી હતી તેના થોડાક કલાકમાં જ ઓપનર ઋુતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થવાની જાણ થઈ હતી. આ પહેલા તે શ્રીલંકા સીરીઝમાં પણ બહાર થઈ ગયો હતો. વિજય હઝારે ટ્રોફીમાં તેના સારા પ્રદર્શનને કારણે તેને સિલેક્ટર્સે ટીમમાં જગ્યા આપી હતી પરંતુ તેનું ન્યૂઝીલેન્ડ સામે સીરીઝમાં રમવાનું ખુબ જ મુશ્કેલ છે. આ સીરીઝમાં હાર્દિક પંડ્યા ટીમનું સુકાન સંભાળશે જ્યારે સૂર્યકુમાર યાદવ વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. 

શું કહ્યુ BCCIના અધિકારીએ ?

BCCIના એક અધિકારીએ જણાવ્યુ હતું કે ઋુતુરાજ કાંડની ઈજાને કારણે હાલ NCAમાં છે. અમને તેની ઈજા કેટલી ગંભીર છે તેની હજુ સુધી ખબર નથી. સીરીઝ શરુ થવામાં હવે વધુ સમય બાકી નથી તેથી તેના માટે સમયસર ફિટ થવું મુશ્કેલ છે. તેણે સ્કેન કરાવવું પડશે અને એક વાર રિપોર્ટ્સ આવશે તો જ અમને કંઈપણ ખબર પડશે. અમારી પાસે હાલમાં ટીમમાં 4 થી 5 ઓપનર છે. તે બધું પસંદગીકારો પર નિર્ભર કરે છે કે તેઓ તેમની જગ્યાએ કોઈનું નામ લે છે કે નહીં.

    Sports

    RECENT NEWS